તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ‘વોચમેન પર નજર રાખતી કોઈ અજાણી વ્યક્તિ વોચમેન આઘોપાછો થતાં

‘વોચમેન પર નજર રાખતી કોઈ અજાણી વ્યક્તિ વોચમેન આઘોપાછો થતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘વોચમેન પર નજર રાખતી કોઈ અજાણી વ્યક્તિ વોચમેન આઘોપાછો થતાં બાળકીને પ્લાસ્ટીકની બાસ્કેટમાં ગેટ પાસે મુકી ગયો હતો. રાત્રે ઘટના બની હતી ત્યારબાદ પોલીસ જાણ કરવા સહીતની કાર્યવાહી કરવામાં આવી હતી. નારી સંરક્ષણ ગૃહ ખાતે બાળકીને મુકી જવાઈ પરંતુ જો ક્યાંક બીજે ફેંકી દેવામાં આવી હોત તો કડકડતી ઠંડીમાં બાળકીની શું હાલત થઈ હોતે વિચાર માત્ર ધ્રુજારીપુર્ણ છે. અજાણી વ્યક્તિ બાળકીને આવી રીતે મુકી ગઈ તેના કરતા કોઈ સામેથી આવીને અહી મુકી ગયું હોત તો પણ તેની ઓળખ છુપાવાઈ હોત. બાળકી ગોરી ગોરી અને સુંદર છે કોઈ સારા ઘરની લાગે છે. તેને જોતાં આંખમાંથી આંસુ સરી ગયા. હાલ 9 બાળકો નારી સંરક્ષણ ગૃહમાં છે હવે 10મી બાળકીનો તેની સાથે ઉછેર કરી તેની સંપુર્ણ જવાબદારી નિભાવાશે > રૂપાબેન,ચેરમેન,નારી સંરક્ષણ ગૃહ.

આટલી ઠંડીમાં બીજે ક્યાંક હોત તો શુ થાત

{નારી સંરક્ષણ ગૃહમાં દશમી એવી બાળકી છે જે તરછોડાયા બાદ અહી ઉછેર લેશેમાતાનીમમતા લજવે અેવી ઘટના ફરી એક વાર સામે આવી છે. ઘોડદોડ રોડ પર નારી સંરક્ષણ ગૃહની બહાર શુક્રવારની રાત્રે બે દિવસની નવજાત બાળકીને એક પ્લાસ્ટીકની બાસ્કેટમાં કોઈ તરછોડી ગયું છે. ઉમરા પોલીસની મદદથી બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ છે. નારી સંરક્ષણ ગૃહમાં દશમી એવી બાળકી છે જે તરછોડાયા બાદ અહી ઉછેર લેશે.

સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ ઘોડદોડ રોડ સ્થિત નારી સંરક્ષણ ગૃહના ગેટ બહાર શુક્રવારે રાત્રે કડકડતી ઠંડી વચ્ચે અગિયારેક વાગ્યાના અરસામાં વોચમેન આઘોપાછો થતાં બે દિવસની બાળકીને તરછોડી કોઈ નાસી છુટ્યું હતું. થોડા સમય બાદ વોચમેન પરત આવ્યો હતો તો તેની નજર ગેટ બહારની પ્લાસ્ટિક બેગ પર પડી હતી. બેગમા નવજાત બાળકી જણાઈ આવી હતી. વોચમેને અંગે ગૃહના ચેરમેન રૂપાબેનને જાણ કરી હતી. રૂપાબેન બાળકીને નારી સંરક્ષણ ગૃહમાં લઈ ગયા હતાં. બનાવ અંગે ઉમરા પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજીતરફ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

પ્લાસ્ટીકની બેગમાં બાળકી તરછોડાઈ

કરૂણતાં

શુક્રવારની રાત્રે કડકડતી ઠંડીમાં કોઈ માતા પાષાણહૃદય બની