તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 1942 પહેલાથીસરદાર વલ્લભભાઈ પટેલ અને જુગતરામ દવે છોટુભાઈ નાયક અને

1942 પહેલાથીસરદાર વલ્લભભાઈ પટેલ અને જુગતરામ દવે છોટુભાઈ નાયક અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1942 પહેલાથીસરદાર વલ્લભભાઈ પટેલ અને જુગતરામ દવે છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ નાયકને ઓળખતા હતા. તેમણે બંને ભાઈઓની પસંદગી કરીને ડાંગની વિકટ પરિસ્થિતિમાં મોકલ્યા. બંને ભાઈઓએ સમગ્ર જીવન ડાંગને સમર્પિત કરી દીધું હતું. છોટુભાઈ નાયકની સમાધિ સ્વરાજ આશ્રમમાં છે. ઘેલુભાઈને પણ સ્થળે અંતિમ સંસ્કાર કરાયા હતા.

જંગી મેદનીની ઉપસ્થિતિમાં ઘેલુભાઈના અંતિમસંસ્કાર કરાયા હતા.

એક સ્થળે બે સમાધિ

સ્વાતંત્ર્યસેનાની ઘેલુભાઇ નાયકનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

કર્મસ્થળ ડાંગના સ્વરાજ આશ્રમમાં સેંકડોની મેદની વચ્ચે અંતિમસંસ્કાર

સરળ અને આત્મીય સ્વભાવ યાદ કરી સૌની આંખો ભીની થઈ

ભાસ્કર ન્યૂઝ. આહવા

આઝાદીનીચળવળમાં યોગદાન આપનારા તથા ડાંગ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવનારા ઘેલુભાઇ નાયકનું શુક્રવારે અવસાન થયું હતું. તેમના પાર્થિવદેહને શનિવારે ડાંગમાં તેમના નિવાસસ્થાને લઇ જવાયો હતો, ત્યારબાદ તેમની અંતિમયાત્રા સ્વારાજ આશ્રમ ખાતે પહોંચી હતી. જ્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સાથે આહવાના સ્થાનિક રહેવાસીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

શનિવારે સુરતથી આહવા ખાતે તેમના નિવાસસ્થાન અરૂણોદય ખાતે ઘેલુભાઈ નાયકના પાર્થિવદેહને લાવવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાસુમન અર્પણ કરવા લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમનો પાર્થિવદેહ સવારે આવશે એવી વાયુવેગે વાત ફેલાતા મોટી સંખ્યામાં લોકો શનિવારે સવારથી તેમના નિવાસસ્થાને તથા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા.

સમગ્ર ડાંગ જિલ્લામાંથી આશ્રમમાં ભણેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બપોરે 4 વાગ્યાથી ઘેલુભાઈની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન અરૂણોદયથી સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી. તેમના સરળ સ્વભાવ અને લોકોની સાથેની આત્મીયતા સૌની આંખ ભીની કરી નાંખી હતી. આજે સાંજે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. તેમને અંતિમ વિદાય આપવા વન અને પર્યાવરણ તેમજ આદિજાતિ મંત્રી મંગુભાઈ પટેલ તથા ડાંગ કલેકટર શિવહરે, ડીએસપી ચૌધરી, ધારાસભ્ય મંગળ ગાવિત ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી.