• Gujarati News
  • ચેમ્બર માં ‘લીડરશીપ લેશન બાય મહાત્મા ગાંધી’ પર મૃણાલ શુક્લએ વાત કરી હતી

ચેમ્બર માં ‘લીડરશીપ લેશન બાય મહાત્મા ગાંધી’ પર મૃણાલ શુક્લએ વાત કરી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીડર બનવું છે? તો ગાંધીજીનો અભ્યાસ કરો
લીડર બનવા વિઝન ક્લીયર હોવું જરૂર છે
‘લીડરશીપલેશન બાય મહાત્મા ગાંધી’ પર કરતા મૃણાલ શુક્લએ કહ્યુ હતું કે ‘ગાંધીજીનું વિઝન હંમેશા ક્લીયર રહેતું. સારા લીડર બનવા માટે તમારે દુરદૃષ્ટ્રી કેળવવી પડશે. તમે જે કોઈ પગલા ભરશો તેના શુ પરિણામ અાવશે તેની તમને ખબર હોવી જોઈઅે. જો તમારે ટીમવર્ક અને સેકન્ડ લાઇન અપ લીડ ક્વોલિટીનો અભ્યાસ કરવો હોય તો ગાંધીજીનો અભ્યાસ કરવો જોઇએ. બન્ને પાસા પર ગાંધીજીનું પ્રભુત્વ હતું’
city seminar
િસટી રીપોર્ટર :સુરત
‘ઓબ્જક્ટિવ,વિઝન અને મિશન ત્રણ ક્વોલિટી હોય તો કોઇ પણ વ્યક્તિ સારો લીડર બની શકે છે. તમામ ક્વોલિટીનો અભ્યાસ કરવો હોય તો મહાત્મા ગાંધીનું જીવન ઉત્તમ ઉદાહરણ કહી શકાય. કોર્પોરેટ કંપની હોય કે પછી સોશિયલ લાઇફ એલિમેન્ટ્સમાં લીડરશીપ ક્વોલિટી મસ્ટ છે’ ચેમ્બર દ્વારા યોજાયેલા ‘લીડરશીપ લેશન બાય મહાત્મા ગાંધી’ પર મોટિવેશનલ ટ્રેનર મૃણાલ શુક્લએ વાત કરી હતી. વિશે વધુ વાત કરતા એમણે કહ્યુ હતું કે ‘ગાંધીજીની સૌથી પહેલી ક્વોલીટી હતી ‘પ્રોપર મેનેજમેન્ટ’. ગાંધીજી કઈ વ્યકતીને કયું કામ સોંપવું છે તે સારી રીતે જાણતા હતા. તમારી અાસપાસની દરેક વ્યકતીની અેબિલિટી અોળખીને તે મુજબનું કામ સોંપવું જોઇએ જે તમને બેસ્ટ રીઝલ્ટ અપાવી શકે. આવી રીતે ટીમમાં તમારી વેલ્યુ પણ વધારી શકો છો’