• Gujarati News
  • ડીજીવીસીએલકંપની ઉધનાના રેસિન્ડેશિયલ ગ્રાહકોને 18 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ ફિડરમાંથી વીજળી

ડીજીવીસીએલકંપની ઉધનાના રેસિન્ડેશિયલ ગ્રાહકોને 18 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ ફિડરમાંથી વીજળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીજીવીસીએલકંપની ઉધનાના રેસિન્ડેશિયલ ગ્રાહકોને 18 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ ફિડરમાંથી વીજળી આપે છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ ફિડરમાં ફોલ્ટ સર્જાય કે પાવર કાપ હોય ત્યારે રેસિડેન્સીયલ ગ્રાહકોને ભોગવવાનું આવે છે.
ઉધના વિસ્તારમાં પાલિકાની સાઉથ ઝોન ઓફિસ,ત્રિશલા પાર્ક સુમન આવાસ, ઠાકોરપાર્ક, લાલીમાનગર, યશ કોમ્પ્લેક્સ, શ્રીનાથ કોમ્પ્લેક્સ વગેરેમાં ડીજીવીસીએલ કંપની વીજ પુરવઠો પુરો પાડે છે. તમામ સોસાયટી અને કોમ્પ્લેક્સ ઉધના ઇન્ડસ્ટ્રીયલ 3 સબ ડિવિઝનમાં આવે છે.આ તમામ રેસિડેન્સીયલ અને કમર્શીયલ કનેક્શન છે. ડિજીવીસીએલના નિયમો મુજબ તેમને અર્બન ફીડરમાંથી કનેક્શન આપવું જોઈએ તેના સ્થાને તમામને કછાલવગા ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાંથી કનેક્શન આપવામાં આવ્યું છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં કોઈ ફોલ્ટ થાય કે મેન્ટેનન્સ માટે સપ્લાય બંધ હોય તેમજ ઘણી કિસ્સાઓમાં કારીગરો પણ સપ્લાય ખોરવી નાખે છે ત્યારે રેસિડેન્સીયલ ગ્રાહકોના વીજ સપ્લાય પણ બંધ થઇ જાય છે. બાબતે વારંવાર રજુઆત થઈ હોવા છતાં અર્બન ફિડરમાંશી સપ્લાય આપવામાં આવ્યો નથી.
ઔદ્યોગિક ફિડરમાંથી વીજળી અપાતા રહેવાસીઓ પરેશાન