• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ . વ્યારા

ભાસ્કર ન્યૂઝ . વ્યારા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વ્યારા
તાપીજિલ્લાના વ્યારામાં કાર્યરત એક સંસ્થા દ્વારા તા.૪ સપ્ટેમ્બરના રોજ કાશ્મીર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ૧૦૦ વ્યક્તિઓ પ્રવાસમાં જોડાયા હતા. પ્રવાસીઓ ચાર દિવસથી ભારે વરસાદ અને પૂર પ્રકોપના કારણે શ્રીનગરમાં આવેલી એક હોટલમાં એક સ્થળે ફસાઈ ગયાં છે. જોકે તમામ પ્રવાસીઓ સલામત હોવાથી તાપી જિલ્લાના સરકારી તંત્રને રાહત થઈ છે. પ્રવાસીઓ બાબતે રાહત કમિશનર સાથે સંપર્કમાં રહી પરિસ્થિતિનો તાગ મેળવાઈ રહ્યો છે. તેમજ પ્રવાસીઓના પરિવારજનોને બાબતે ઘેરી ચિંતા પ્રસી જવાની સાથે સ્વજનો વહેલા પરત આવે તેવા પ્રયાસ હાથ ધરાયા છે.
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા કોઠારી હોલી ડેના આયોજક ચિરાગ કોઠારી દ્વારા પાંચ દિવસોના કાશ્મીર પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિ‌ત અન્ય સ્થળેથી કુલ ૧૦૦ જેટલા વ્યક્તિઓ પ્રવાસમાં જોડાયા છે. તેઓ તા.૪ સપ્ટેમ્બરે વડોદરાથી વિમાન માર્ગે વાયા દિલ્હી થઈ શ્રીનગર એરપો‌ર્ટ ઉતરી ગયા હતા. ત્યાંથી ૨પ કિમી દૂર આવેલી હોટલ સન એન સાઈનમાં તેઓ રોકાયા છે. જ્યાં કાશ્મીર ખીણમાં બારે વરસાદ અને પૂરના કારણે સમગ્ર જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આથી તમામ પ્રવાસીઓ કુદરતી પ્રકોપમાં ફસાઈ ગયા છે. બાબતે પ્રવાસીઓની મુશ્કેલી તો વધી ગઈ છે.
બીજી તરફ સમાચાર તેમના પરિવારજનોને મળતાં તેઓમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. સતત ત્યાં કુદરતી પ્રકોપના કારણે ફસાયેલા પ્રવાસીઓ અંગે પરિવારજનો સાથે સંપર્ક કરી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં હતા. પરંતુ સપ્ટેમ્બરના રોજ તમામ પ્રવાસીઓનો સંપર્ક તૂટી ગયો હતો. એકમાત્ર પ્રવાસીના મોબાઈલ પર સંપર્ક થઈ રહ્યો છે. તેમજ તેમની હોટલમાં પણ ચારથી પાંચ ફૂટ પાણી ભરાયું છે. પાણી ઉતરી જાય તો તા. સપ્ટેમ્બર એટલેકે મંગળવારે આજે બપોરે શ્રીનગર ખાતેથી તેમના વિમાનનું શિડ્યુલ છે, પરંતુ ૯મી સપ્ટેમ્બરથી તમામ સંપર્ક વિહોણા બની ગયાં હોવાથી પરિવારજનો અને આયોજકોની ચિંતા વધી ગઈ છે.
વીજળી અને ભોજનની તંગી વધી જવાના કારણે મુસાફરોની હાલત ઘણી બગડી ગઈ છે. હવે પુર પ્રકોપ ઘટે અને સ્થાનિક સરકારની મદદ મળે તો તમામ પ્રવાસી પર હેમખેમ ઘરે પરત આવવા રવાના થશે એવું જાણવા મળે છે.
તમામ સુરક્ષિત, પણ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ
વ્યારાનાટૂરઆયોજક ચિરાગ કોઠારીએ સપ્ટેમ્બરના રોજ તેમની ઓફિસે રાત્રે કલાકે ફોન