ભાસ્કર ન્યૂઝ . સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
મંગળવારેદિવસ દરમિયાન ઉકાઈડેમમાંથી પાણી છોડાતું રહ્યું હતું. શહેરમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું. અફવાબજાર પણ ગરમ જોવા મળ્યું હતું. જોકે, મોડીસાંજે સાત વાગ્યા બાદ ઉકાઈ ડેમમાં નોંધાતી રહેલી પાણીના આવકની સ્થિતિમાં ઘટાડો નોંધાવાની શરૂઆત જોવા મળી હતી. મંગ‌ળવારે સાંજે સાત વાગ્યે ઉકાઈ ડેમનું લેવલ 338.40 ફૂટ ઉપર હતું. ત્યારે હથનુર ડેમમાંથી આઉટફ્લો 1.12 લાખ ક્યૂસેક નોંધાયો હતો. તેની સામે ઉકાઈ ડેમમાં ઇનફ્લો : 3,43,710 ક્યૂસેક હતો. ત્યારબાદ બે કલાક બાદ નવ વાગ્યે હથનુર ડેમમાંથી આઉટફ્લો ઘટીને 96304 ક્યૂસેક જેટલો નોંધાયો હતો અને ઉકાઇડેમમાં પણ ઇનફ્લો ઘટીને 3.28 લાખ નોંધાઈ રહ્યો છે. તો આઉટ ફ્લો 2.49 લાખ ક્યૂસેક્સ ચાલુ છે. આનેલીધે સ્થિતિમાં સુધારો થવાના સંકેત મળ્યાં હોવાનું સિંચાઈ અને પાલિકાનું માનવું છે.
મોનસૂન મિટર
બે ફ્લડગેટ્સ બંધ
ઉકાઇડેમનાઉપરવાસમાં છેલ્લાં બે દિવસથી સતત વરસાદને પગલે ડેમમાંથી મોટાપાયે પાણી છોડાઈ રહ્યું છે. શહેરમાં તાપીનદી બે કાંઠે વહી રહી છે. મંગળવારે દિવસ દરમિયાન સરેરાશ અઢીલાખ ક્યૂસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. આનેલીધે પાલિકાએ રાંદેરમાં હનુમાન ટેકરી પાસેનો ફ્લડગેટ અને ભરીમાતા પાસેનો ફ્લડગેટ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
કેચમેન્ટમાં 23 ઇંચ
ઉકાઇનાઉપરવાસમાં24 કલાકમાં 23 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં લખપુરીમાં 14, ચિખલઘારામાં 80, ગોપાલખેડામાં 14, ડેડતલાઇમાં 12, બુરહાનપુરમાં 33, યારલી અને શેલગાંવમાં 2, હથનુરમાં 6, ભુસાવલમાં 12, ગીરનાડેમમાં 16, દહીંગાવમાં 83, ઘુલિયામાં 49, સાવખેડામાં 27, ગીધાડેમાં 43, સારણખેડામાં 39 તથા ચિખલોદમાં 21, સાગબારામાં 47, ખેતીયામાં 51 અને નિઝમપુરામાં 23 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.
હાલ ચિંતા નથી
ઉપરવાસમાંઆજે દિવસના ઓછો વરસાદ પડતા પાણીની આવકમાં ઘટી છે. રૂલ લેવલ લાવવા 2.50 લાખ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. પરંતુ તેને કારણે કોઇ ચિંતાનુ કારણ નથી. > ડો.રાજેન્દ્રકુમાર, કલેક્ટર
સુરતમાં આજનો વરસાદ 7મિમિ
મોસમનોકુલ વરસાદ 35.16ઇંચ
ગયાવર્ષે (1 ઓગસ્ટ સુધી) 64ઇંચ
ઉકાઇડેમની સપાટી 338.40ફૂટ
ઉકાઇડેમનું રૂલ લેવલ 337.85ફૂટ
ઉકાઇનોઇન-ફ્લો 3,43,710
ઉકાઇનોઆઉટ-ફ્લો 2,49,040
નહેરૂબ્રિજ ખાતેની સપાટી 6મીટર
કોઝ-વેનીસપાટી 9.50મીટર

ક્ય
તા
3 |શહેરમાં ભારે વરસાદ પડે તો...
ઉકાઇમાંથી2.50લાખ કયુસ