• Gujarati News
  • સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરજિલ્લામાં બાઇકચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરજિલ્લામાં બાઇકચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરજિલ્લામાં બાઇકચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મૂળી તાલુકાના સરલા ગામે એક વ્યકિતના ઘરે શંકાસ્પદ હાલતમાં બાઇક હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી. આથી એલસીબી ટીમે સરલા ગામે રહેણાક મકાનમાં દરોડો કરી ચોરીના 5 બાઇક સાથે 2 વ્યક્તિઓને રૂપિયા 1.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. શખ્સોએ સુરતથી બાઇકની ઉઠાંતરી કરી ઝાલાવાડમાં વેચવાના હોવાનું જણાવ્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સાર્વજનીક સ્થળો અને રહેણાક મકાન બહાર મૂકાયેલા બાઇકની ધોળા દિવસે ઉઠાંતરી થવાની અનેક ફરિયાદો નોંધાય છે. ત્યારે બાઇકચોરી ડામવા અને બાઇકચોરોને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રકુમાર અસારીએ સૂચના આપી હતી.

સુરતથી બાઇકની ચોરી કરી ઝાલાવાડમાં વેચતા ઝડપાયા