• Gujarati News
  • વલસાડ િજ.ફિશરીઝનાં ડેપ્યૂટી ડાયરેકટર એન.એફ. પટેલે જણાવ્યું કે, મીઠાં પાણીનાં

વલસાડ િજ.ફિશરીઝનાં ડેપ્યૂટી ડાયરેકટર એન.એફ. પટેલે જણાવ્યું કે, મીઠાં પાણીનાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ િજ.ફિશરીઝનાં ડેપ્યૂટી ડાયરેકટર એન.એફ. પટેલે જણાવ્યું કે, મીઠાં પાણીનાં મોટાભાગનાં િસંચાઇ તળાવો તથા ગામ તળાવોમાં બારમાસી પાણી જળવાઇ રહેતાં હોવાથી મીઠાં પાણીનાં મત્સ્ય ઉછેરની િવપૂલ તક રહેલી છે. સિંચાઇનાં તળાવોની ઇજારાની આવક સરકારને તથા ગામ તળાવોનાં ભાડાની આવક અનેક ગ્રામપંચાયતોમાં ઉભી થઇ છે. આવકમાંથી પંચાયતો દ્વારા િવકાસનાં કામો હાથ ધરી શકાય છે. વલસાડ િજલ્લા પંચાયતનાં રાજીવ ગાંધી સભાગૃહમાં ફિશરીઝ િવભાગની બેઠકમાં સુરતનાં નાયબ િનયામક જી.સી. વકાણી અને વલસાડનાં ડે.ડાયરેકટર એમ.એફ.પટેલે એકવાકલચર અંગે સમજ આપી હતી.

ગ્રામ પંચાયતોને પણ આવકનો સ્ત્રોત મળશે

વલસાડની ખારલેન્ડની જમીનમાં મત્સ્ય ઉછેરની તકો માટે િફશરીઝ િવભાગની બેઠક

દરિયાઇ એકવાકલચર ક્ષેત્રે ટાઇગર પ્રોન અને વ્હાઇટ લેગ પ્રોન ઉછેર અંગે ચર્ચા



વલસાડિજલ્લામાં ખારલેન્ડ જમીનમાં દરિયાઇ એકવાકલ્ચર ક્ષેત્રે િવકાસની વિપૂલ તકો ઊભી થઇ રહી હોવા અંગે ઉત્પાદકો સાથે િજલ્લા િફશરીઝ િવભાગની બેઠક મળી હતી. જેમાં ટાઇગર પ્રોન અને વ્હાઇટ લેગ પ્રોન ઉછેરનો વ્યાપ વધારી િનકાસ ક્ષેત્રે માઇલ સ્ટોન મેળવી શકાય તેવી ચર્ચા હાથ ધરાઇ હતી.

સુરતનાં નાયબ મત્સ્યોદ્યોગ િનયામક જી.સી. વકાણીનાં અધ્યક્ષ સ્થાને વલસાડ િજ.પં.નાં રાજીવ ગાંધી સભાગૃહમાં મળેલી બેઠકમાં એકવાકલચર એસોસિએશનનાં અગ્રણી નરેન્દ્ર ટંડેલ તથા મેહગામનાં અગ્રણી અજય મેહવાલા સહિત માછી અાગેવાનો બેઠકમાં હાજર રહ્યાં હતાં. બેઠકમાં વલસાડ િફશરીઝનાં નાયબ િનયામક એમ.એફ.પટેલે ચર્ચા હાથ ધરી હતી. નાયબ િનયામક વસાણીએ જૂદા જૂદા ક્ષેત્રોમાં મત્સ્ય ઉછેરનાં વ્યવસાયમાં સંકળાયેલા માછીમારો અને મત્સ્ય ખેડૂતોનાં કૌશલ્યમાં વધારો થાય અને આર્થિક ઉપાર્જન વધે તે હેતુથી સરકાર દ્વારા યોજનાઓ તૈયાર કરાઇ હોવાનું જણાવ્યંુ હતું.

ભાંભરાપાણીનાં ઉછેરમાં મોનોડોન અથવા ટાઇગર પ્રોનની જગ્યાએ એલ.વનામીનો ઉછેર િવશ્વમાં વ્યાપક થઇ રહ્યો છે ત્યારે ઉત્પાદન દ્વારા િનકાસ થતી માછલીની આરોગ્યપ્રદ જાળવણી ઉપર તેમણે ભાર મૂક્યો હતો. એકવાકલચરનાં અગ્રણી નરેન્દ્ર ટંડેલે દરિયાઇ એકવાકલચર અંગે િવવિધ રજૂઆતો કરી ઉત્પાદકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવું જણાવ્યું હતું.