• Gujarati News
  • ઉધનારોડ પરની ભગવતી આર્કેડમાં રહેતી રાજસ્થાની પરિણીતાને પતિ સહિત

ઉધનારોડ પરની ભગવતી આર્કેડમાં રહેતી રાજસ્થાની પરિણીતાને પતિ સહિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉધનારોડ પરની ભગવતી આર્કેડમાં રહેતી રાજસ્થાની પરિણીતાને પતિ સહિત સાસરિયાઓએ લગ્નના થોડા સમય બાદ હેરાનગતિ શરૂ કરી ઢીક્કામુક્કીનો માર મારી દહેજમાં રૂપિયા 5 લાખની માંગણી કરતા સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે.

ઉધના પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઉધનામાં ભગવતી આર્કેડમાં રૂમ નં.7માં રહેતી છોટીને પતિ ઘનશ્યામ ભેરૂલાલ વ્યાસ, સસરા ભેરૂલાલ ગુલાબચંદ્ર વ્યાસ અને સાસુ ચંદા ભેરૂલાલ વ્યાસ (મુળ વતન. ઉમેદપુર, રાજસ્થાન) લગ્નના થોડા સમય બાદ ગાળો આપી ઢીક્કામુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એટલુ નહી શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજમાં રૂપિયા 5 લાખ લઇ આવવાની માંગણી કરી મારઝુડ કરી હતી. અંગે ફરિયાદ કરતા પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ કે.પી.ખરાડીએ હાથ ધરી છે.

પરિણીતા પાસે 5 લાખના દહેજની માગણી કરાઈ