• Gujarati News
  • કારમાં આવેલા ચેઇન સ્નેચર્સ 60 હજારનો અછોડો આંચકી છૂ

કારમાં આવેલા ચેઇન સ્નેચર્સ 60 હજારનો અછોડો આંચકી છૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણમાંકારમાં આવેલા બે અજાણ્યાઓ મોર્નીગવોક કરવા નિકળેલા હીરાદલાલના ગળામાંથી રૂ.60 હજારની કિંમતની સોનાની ચેઈન આંચકી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે હીરાદલાલે અડાજણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અડાજણ ભુલકાભવન પાસે આહુરાનગરમાં રહેતા અશોક પુનમચંદ દોશી હીરા દલાલીનુ કામકાજ કરે છે. મંગળવારે સવારે તેઓ મોર્નીંગવોક માટે ઘરેથી નિકળ્યા હતા. તેઓ સ્ટારબજાર પાસેથી પગપાળા પસાર થતા હતા ત્યારે કારમાં બેસી બે અજાણ્યાઓ તેમની નજીક આવ્યા હતા અને તેમના ગળામાંથી રૂ.60 હજારની કીમતની સોનાની ચેઈન આંચકી નાસી છુટ્યા હતા.અશોકભાઈએ બુમાબુમ કરી બન્નેને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે બન્ને નાસી છુટવામાં સફ‌‌ળ રહ્યા હતા.બનાવ અંગે અશોકભાઈએ અડાજણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.