• Gujarati News
  • સાસુ વિશે ચેટિંગ કરતી હતી

સાસુ વિશે ચેટિંગ કરતી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસુ વિશે ચેટિંગ કરતી હતી

ડોક્ટરપત્ની બહેનપણી સાથે ફોન પર ચેટિંગ કરતી વખતે સાસુ વિશે ગમેતેમ લખતી હતી અને ક્લિનિક પર વહેલા ઘરે આવી જવાનું ડોક્ટર પતિએ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. > મહિલાકાઉન્સિલર, 181હેલ્પ લાઇનનાં

181ની મદદ લેવાઈ

પતિ-પત્નીબંને ડોક્ટર છે. પતિ ઇચ્છે છે કે પત્ની ક્લિનિક પરથી વહેલા ઘરે આવી જાય. તે મુદ્દે તેમના વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ અને 181ની મદદ લેવાઈ હતી. બંને વચ્ચે સમાધાન થતાં પોલીસે કાંઈ કાર્યવાહી કરી હતી. > હિંમતસિંહ,પીએસઓ,ખટોદરાપોલીસ મથક

પોલીસની મદદ લેવાઇ, રાત્રે દોઢ વાગ્યે ખટોદરા પોલીસ મથકમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું

ધિરેન્દ્ર પાટીલ . સુરત

ભટારજેવા પોશ વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતી મધરાત્રે ઝઘડ્યાં હતાં. ઝઘડો ખટોદરા પોલીસ અને ત્યાર બાદ 181 હેલ્પ લાઇન પર પહોંચ્યો હતો. મહિલા ડોક્ટર તેની બહેનપણી સાથે ફોન, ફેસબુક અને વોટ્સઅેપ પર સાસુ વિશે ગમેતેવા મેસેજ કરતી હોવાથી પતિએ વાંધો લઇને ફોન લઇ લીધો હતો.

ભટાર વિસ્તારમાં ડોક્ટર દંપતી રહે છે. નેહા નામની ડોક્ટરના પતિ ભાવેશનું ક્લિનિક છે. થોડા દિવસો પહેલા ભાવેશે નેહા માટે પણ ક્લિનિક શરૂ કરી આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી તેમની કામવાળી આવતી હોવાના કારણે ભાવેશે નેહાને કહ્યું કે ક્લિનિક પરથી વહેલા ઘરે આ‌વીને માને મદદ કરે. જોકે નેહાને વાત મંજૂર હતી. નેહા તેની બહેનપણી સાથે રાત્રે ફોન પર વોટ્સઅેપ અને ફેસબુક પર ચેટિંગ કરતી હોય છે. શુક્રવારે રાત્રે નેહાનો ફોન ભાવેશના હાથમાં આવી જતાં ભાવેશે નેહાનો ફોન લઇ લીધો હતો. તે સમયે બંને વચ્ચે બોલાચાલી થઇ વાત ઝઘડા સુધી પહોંચી ગઇ હતી. દરમિયાન કોઈએ પોલીસ કંટ્રોલને જાણ કરતાં ખટોદરા પોલીસ નેહાના ઘરે પહોંચી ગઈ હતી. બરાબર તે સમયે નેહાના હાથમાં ઘરમાંનો અન્ય એક સેલ ફોન આવી જતાં તે ફોન લઇને રૂમમાં જઇને દરવાજો બંધ કરીને 181 પર ફોન કરીને પતિની ફરિયાદ કરી હતી. આથી 181ની મહિલા કાઉન્સિલર મહિલા કોન્સ્ટેબલ સાથે નેહાના ઘરે પહોંચી ગયાં હતાં. ત્યાંથી નેહા અને ભાવેશને લઇને ખટોદરા પોલીસ મથકમાં પહોંચી ગયા હતા.ત્યાં પણ બંને પણ દંપતી માનતા નહતા. તેઓના સંબંધી તથા અન્ય ડોક્ટરોએ તેમજ 181ની કાઉન્સિલરે સમજાવતા રાત્રે દોઢ વાગે આખરે બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. બાબતની નોંધ ખટોદરા પોલીસ મથકના સ્ટેશન ડાયરીમાં પણ કરવામાં આવી છે.

વોટ્સએપ પર સાસુ વિશે ડો. વહુની કોમેન્ટ, દંપતી પોલીસમ