• Gujarati News
  • બિલ્ડરોમાં વધુ ડિસ્ક્લોઝર

બિલ્ડરોમાં વધુ ડિસ્ક્લોઝર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલ્ડરોમાં વધુ ડિસ્ક્લોઝર

સુરતમાંઆઇટી અધિકારીઓ ટેક્સટાઇલ અને બિલ્ડરોને ત્યાં મોટાભાગે સર્ચ-સરવે કરતાં હોય છે. રીઅલ એસ્ટેટમાં જંત્રી અને બજાર ભાવ સહિતના ડિફરન્સ આવતા હોય છે. ઉપરાંત છેક છેલ્લે ઇન્વેસ્ટમેન્ટ પણ રીઅલ એસ્ટેટમાં આવે છે. એટલે વધુ ડિસ્કલોઝરની સંભાવના રીઅલ એસ્ટેટમાં રહેલી હોય છે.’ > -જગાશેઠ,સી.એ.

અધિકારીઓને ટાર્ગેટની ચિંતા

વર્ષ 2014-15નોઆઇટીનો રેવન્યુ ટાર્ગેટ રૂપિયા 4700 કરોડ છે અને ચાલુ નાણાંકિય વર્ષની સમાપ્તિને હવે માંડ પાંચ મહિના બાકી છે ત્યારે આઇટીએ રેવન્યુ ટાર્ગેટ મેળવવા માટે એડવાન્સ ટેકસ પર પણ ભાર મૂકવો પડશે.

રીયલ એસ્ટેટ સૌથી આગળ

ભાસ્કર ન્યૂઝ.સુરત

ઉધનાઅને સચીનના મેટલના વેપારીઓને ત્યાં પકડાયેલી રૂપિયા ત્રણ કરોડની બેનામી આવક સાથે આવકવેરા વિભાગે દિવાળી અગાઉના રૂપિયા 100 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી છે.

અધિકારીઓ દ્વારા છેલ્લાં 26 દિવસમાં 60 જાગ્યાએ સર્ચ અને સરવે કામગીરી કરીને રૂપિયા 102 કરોડની બેનામી આવક શોધી કાઢવામાં આવી છે. જેમાં ફરી એકવાર રીઅલ એસ્ટેટમાંથી સર્વાધિક 55 કરોડ જ્યારે ડાયમંડમાંથી રૂપિયા 24 કરોડ અને ટેક્ટાઇલમાંથી રૂપિયા 23 કરોડના બેહિસાબી નાણાનો સમાવેશ થાય છે. ટાર્ગેટ એચિવ કરવા માટે દિવાળી બાદ પણ સર્ચ અને સરવેનો દૌર શરૂ થાય એવી શક્યતા જાણકારો વ્યકત કરી રહ્યા છે. નોંધનીય છે કે આંકડાઓમાં એકમાત્ર સર્ચનો પણ સમાવેશ થાય છે જેમાં રૂપિયા 50 લાખની કેશ અને જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી હતી.

ટાર્ગેટ એચિવ કરવા માટે હવે હજી આઇટી પાસે એડવાન્સ ટેક્સના બે હપ્તા બાકી રહ્યા છે. જે 15 ડિસેમ્બર અને 15 માર્ચના રોજ આવે છે. ટીડીએસનો 2500 કરોડનો ટાર્ગેટ છે જે એચિવ થઈ જાય તો ઓવરઓલ ટાર્ગેટ એચિવ થવાની શક્યતા વધી જાય છે.

રૂપિયા 102કરોડના સરવેમાં રૂપિયા 55 કરોડ તો રીયલ એસ્ટેટમાંથી શોધી કાઢવામા આવ્યા છે. એટલે 50 ટકા કાળુ નાણું તો બિલ્ડરોએ કબૂલ્યુ છે. બિલ્ડરોની સર્ચમાં સર્વાધિક નાણુ ઝડપાયુ છે. જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પુત્રના રૂપિયા 14 કરોડની બેનામી આવક સર્વાધિક છે. ઉપરાંત પરવટ પાટિયાના મુદાસ ગ્રુપના રૂપિયા 11 કરોડ અને હેરિટેજ ગ્રુપના રૂપિયા આઠ કરોડનો પણ સમાવેશ થાય છે.

ડાયમંડબીજા સ્થાને

મોટાભાગના ડાયમંડઉદ્યોગપતિ મુંબઇમાં રીટર્ન ફાઇલ કરતા હોવા છતાં વખતે ડાયમંડ ક્ષેત્ર કાળું નાણું જાહેર કરવામાં બીજા સ્થાને રહ્યુ છે. એચવીકે પર કરાયેલી સર્ચ ઓપરેશ