• Gujarati News
  • ભાંડૂતમાં પ્રેમલગ્ન કરનારા દંપતીએ ફાંસો ખાધો

ભાંડૂતમાં પ્રેમલગ્ન કરનારા દંપતીએ ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના ભાંડૂત ગામે રહેતા પટેલ પરિવારના યુગલે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડયા હતા. ત્યારબાદ નજીકના દિવસોમાં પતિ પત્નીએ પોતાના પરિવારજનોથી કોઈ કારણસર અલગ થઈ જીવન જીવતા હતા. ગતરોજ રાત્રિ દરમિયાન કોઈ કારણસર દંપતીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લેવાનું મન બનાવી લીધું હતું,
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભાંડૂત ગામે ખડકી ફળિયામાં રહેતો સુનિલ નગીન પટેલ (ઉ.વ.૨૭) સુરત ખાતે ટેલિકોમ કંપનીમાં સેલ્સમેનનું કામ કરતો હતો. એક વર્ષ અગાઉ સુનિલની આડમોર ગામની સાધના રમણ પટેલ (ઉ.વ.૨૨) સાથે આંખ મળી જતાં બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં. ત્યારે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ-પત્નીએ માં-બાપ સાથે સહીયારુ જીવન જીવતા હતા. ૨૦ દિવસ અગાઉ જ કોઈ કારણસર તેઓ પરિવારથી અલગ રહેવાનું વિચારી બંને જણા ભાંડૂત ગામે ભાડાનું ઘર રાખી અલગ રહેતા હતાં.
પોતાના પરિવારજનોથી અલગ રહેતા થયા બાદ સુનિલ અને સાધના બંને જણાએ બુધવારની વહેલી સવારે પોતાના ઘરેથી કોઈ શુભ પ્રસંગમાં જવાના હોય એમ નવાનકોર કપડાં પહેરી તૈયાર થયા હતા. ત્યારબાદ બાઇકપર ઘરેથી નીકળ્યા હતા. બંને જણાએ અચાનક કોઈ અગમ્ય કારણસર આવેશમાં આવી જઈ ગામથી થોડે દૂર બંનેએ એકસાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈ મોતને વાહલું કરવાનું વિચારી લીધું હતું.સુનિલે પોતાની બાઇકનં (જીજે-૫ જીસી -૪૯૨૭)ને ભાંડૂત ગામ નજીકના વાદલી વિસ્તારમાં રજનીકાંતભાઈ હસમુખભાઈ પટેલના ખેતરના સેઢા પર પાર્ક કરી હતી. બાદમાં ખેતરના છેવાડે આવેલા લીમડાના ઝાડ પાસે જઈ સાધનાએ પહેરેલા ડ્રેસનો દુપટ્ટો બંનેએ એક બીજાના ગાળે બાંધી લીમડાના ઝાડ સાથે લટકી જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઓલપાડ પોલીસ ઘટના સ્થળ પર આવી બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ માટે મોકલી આપ્યાં હતા.