• Gujarati News
  • શહેરના બે ફાયર સ્ટેશનમાં હવન કરાયો છતા આગ

શહેરના બે ફાયર સ્ટેશનમાં હવન કરાયો છતા આગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના બે ફાયર સ્ટેશનમાં હવન કરાયો છતા આગ

ધંધા નોકરીના સ્થળે શાંતિ જળવાઇ રહે તેના માટે દરેક વ્યકિત ઇશ્વરને પ્રાર્થના કરતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બની રહેલી આગ અકસ્માતની દુઘટર્ના ને કારણે ફાયર બ્રિગેડના લાશ્કરો પણ હેરાના પરેશાન થઇ ગયા છે. વારંવારની આવા પ્રકારની ઘટનાઓને કારણે પરેશાન થયેલા શહેરના ડુંભાલ ફાયર સ્ટેશન તેમજ વરાછા મેઇન રોડ પર આવેલા કાપોદ્રા ફાયર સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત રવિવારના રોજ હવન કરવામાં આવ્યો હતો. તેમજ શહેરમાં આગ અકસ્માતની ઘટનાઓ ન બને તેના માટે ઇશ્વરને પ્રાર્થના કરીને આહૂતિઓ આપી હતી. જો કે, તેમ છતા પણ આ હવનના પાંચ જ દિવસમાં શહેરના પૂણા કુંભારીયા રોડ પર મોટી દુઘટર્ના થવા સાથે ઓર્કિડ આર્કેડમાં આગ લાગી હતી.