• Gujarati News
  • મોટી બેગમવાડીની શ્યામ માર્કેટની મીટર પેટીમાં આગથી દોડધામ

મોટી બેગમવાડીની શ્યામ માર્કેટની મીટર પેટીમાં આગથી દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા વિસ્તારમાં કોહિનૂર માર્કેટમાં આગની ઘટના બાદ નજીકમાં જ મોટી બેગમવાડીની વધુ એક શ્યામ માર્કેટમાં આગ લાગી હતી. જોકે, આગ મીટર પેટીથી આગળ નહીં વધતા મોટી દૂઘટર્ના બનતા અટકી ગઈ હતી. ફાયરબ્રિગેડે પહોંચી જઈ આગ પર ગણતરીની મીનીટમાં તરંતુ કાબૂ મેળવી લેતા માર્કેટના વેપારી અને લોકોના જીવ હેઠે બેઠા હતાં.
બનાવ અંગે ફાયરબ્રિગેડના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા વિસ્તારની મોટી બેગમવાડી ખાતે આવેલા શ્યામ માર્કેટમાં સાંજના સુમારે વાયરમાં શોટર્સર્કીટ થઈને ભારે ધૂમાડો નીકળવા માંડતા માર્કેટના વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેથી સમયસૂચકતા દાખવીને તુરંત ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરફાઈટરો સાથે ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયો હતા અને મીટર પેટીમાંથી ધૂમાડો નીકળતો હોય આગ પર તુરંત કાબૂ મેળવી લીધો હતો.
માર્કેટના વેપારીઓમાં ડર ફેલાતા દૂકાનો બંધ કરી દીધી
શહેરમાં એક પછી એક આગની દૂઘટર્ના સર્જાઈ રહી હોય ખાસ કરીને માર્કેટમાં આવતા વેપારીઓમાં ડર ઘર કરી ગયો છે. શ્યામ માર્કેટમાં મીટર પેટીમાં શોટર્સર્કીટથી ધૂમાડો નીકળી આગનૂ છમકલૂં થતા વેપારીઓમા દોડધામ મચી ગઈ હતી અને દૂકાનો બંધ કરીને નીચે ઉતરી ગયા હતાં. આ ઘટનાથી શ્યામ માર્કેટ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રીત થઈ જતાં ફાયરબ્રિગેડની કામગીરીમાં પણ અડચણ ઉભી થઈ હોવાનુ ફાયરના સુત્રોએ જણાવ્યું હતું.