• Gujarati News
  • વાહન ચેકિંગમાં ઠગાઈનો આરોપી ઝડપાયો

વાહન ચેકિંગમાં ઠગાઈનો આરોપી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા એલસીબીની ટીમ આજરોજ સોનગઢ ખાતે આરટીઓ પાસે વાહન ચેકિંગમાં હતાં, તે દરમિયાન પોકો ધર્મેશને બાતમી મળી કે સોનગઢ ખાતે દોઢ મહિના પહેલા અપહરણનો ગુનાનો આરોપી સોનગઢ વિસ્તારમાં સીબીઝેડ બાઇક(જીજે-૧૯કયુ-૯૩૧૨)ને લઈ ફરે છે. આ બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી સોનગઢ ખાતેથી ભરતભાઈ ઉર્ફે રાહુલભાઈ રમેશભાઈ જોરા (કોળી) (રહે. રાજકોટ, પોપટપુરા, ઝુપડપટ્ટી, રાજકોટ)ને અટક કરી પૂછપરછ કરી હતી. આ આરોપી ભરત જોરાએ ઉરછલ પોલીસ સ્ટેશનની હદમાં અને માંડવી પોસ્ટેની હદમાં વિશ્વાસઘાત તથા ઠગાઈ કરી બાઇક લઈ ગયો હતો. તેમજ સોનગઢ ખાતે અપહરણમાં સંડોવણી અને જે બાઇકસાથે પકડાયો તે બાઇકપણ બારડોલી તાલુકાના વાંકાનેર ગામથી ચોરી કરી હોવાનુું કબૂલાત કરી હતી. એલસીબી દ્વારા સુરત તાપી જિલ્લામાં કુલ ૪ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી તેની વધુ પૂછતાછ હાથ ધરી હતી.