• Gujarati News
  • રસ્તો માગ્યો તેનીજ હાલ નિર્ણય નહીં લેવા માગ

રસ્તો માગ્યો તેનીજ હાલ નિર્ણય નહીં લેવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તો પછી રસ્તો માગ્યો જ શું કામ?
ઝાંપાબજારના રસ્તાના મુદ્દે
ભાજપ શાસકોની કસોટી
આજે સ્થાયી સમિતિની સામાન્ય સભા
ઝાંપાબજારમાં દેવડીવાળો રસ્તો આપી દેવાના મુદ્દે શનિવારે સામાન્ય સભામાં ભાજપ શાસકોની કસોટી થાય તેમ છે. એકબાજુ આ પ્રકરણમાં હાઈકોેટર્ે લપડાક આપી છે. બીજીબાજુ રસ્તો માગનાર દાવત પ્રોપર્ટી ટ્રસ્ટને બદલે જે ભળતી વ્યકિત ફિરોઝ કિનખાબવાલા સાથે પાલિકા વાટાઘાટો કરી રહી છે, તેણે પણ સ્થાયી સમિતિના ઠરાવને સામાન્ય સભામાં અટકાવવા માટેની લેખિત માગ કરી છે. રાણા સમાજમાં પણ તીવ્ર ઘૂઘવાટ છે, આનેલીધે સામાન્ય સભામાં ભાજપ શાસકોના નિર્ણય ઉપર મીટ મંડાઈ છે.
ગોપીતળાવ પાસે કબ્રસ્તાનની જમીનના બદલામાં ઝાંપાબજારમાં દેવડીવાળો રસ્તો દાવત પ્રોપર્ટી ટ્રસ્ટને આપી દેવાનો ભાજપ શાસકોએ સ્થાયી સમિતિમાં ઠરાવ ચૂંટણી પહેલાં કર્યોહતો. આ મુદ્દે સામાજિક અગ્રણી મહિલા ઝેહરા સાયકલવાળા અને જયા જોષીએ હાઇકોર્ટમાં જાહેરહિતની અપીલ કરી હતી. તેમાં પાલિકાએ ઘૂંટણિયે પડીને આ પ્રકરણમાં તમામ વહીવટી પ્રક્રિયાઓ અનુસરવાની બાંયધરી આપી હતી. તદુપરાંત આ પ્રકરણમાં એક ઘટસ્ફોટ એવો પણ થયો હતો કે, પાલિકા ફિરોઝ કિનખાબવાલા નામના શખ્સા કે, જેની સાથે દાવત પ્રોપટીર્ ટ્રસ્ટના નામે વાટાઘાટ કરી રહી છે, તેને આ ટ્રસ્ટ સાથે કોઈ લેવાદેવા જ નથી. બીજું કે વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદનાના નિધન બાદ નવા ધર્મગુરુ અને ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકેના વિવાદ અંગેના કેસ મુંબઈ અને ગુજરાત હાઈકોર્ટમાં પેન્િંડગ છે.
પાલિકાને આ મુદ્દે હમણાં અટકી જવાની માગણી કરવાના કિનખાબવાલાના પત્રમાં એવું પણ જણાવાયું છે કે, આ અંગે વ્હોરા સમાજમાં સુધારાવાદી વિચાર ધરાવતાં ઝેહરા સાયકલવાલાને પૂછતાં તેમણે એવો અભિપ્રાય આપ્યો હતો કે, જો રસ્તો લેવાથી બે કોમ વરચે તંગદિલી પ્રવર્તે તેવું જ હોય તો પછી રસ્તાની માગણી જ શા માટે કરાઈ? પહેલેથી રસ્તાની માગણી કરવાની જ નહતી.
આ પ્રકરણમાં પાલિકાની સાથે જેણે દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ વતી રસ્તો માગ્યો હતો, તે કિનખાબવાલાએ પાલિકાને ૨૬મી મેના દિવસે જ એક પત્ર લખ્યો છે. આ પ્રકરણમાં તો હાઇકોટર્ે ચુકાદો આપી દીધો છે પરંતુ તેમાં તેમણે હાઈકોર્ટના કયા કેસનું જજમેન્ટ આવે તેની સ્પષ્ટતા કર્યા વગર એવું જણાવ્યું છે કે, આનેલીધે ૫૩મા ધર્મગુરુ કોણ અને દાવત પ્રોપર્ટી ટ્રસ્ટના હોદ્દેદારના મુદ્દે હાઈકોર્ટના જજમેન્ટની રાહ જોવા માટેનો ઇશારો કર્યોહોય તેવું પા