• Gujarati News
  • ભેસ્તાન સિલિન્ડર બ્લાસ્ટમાં વધુ ૧ મોત પવાર દંપતીએ એકનો એક પુત્ર ગુમાવ્યો

ભેસ્તાન સિલિન્ડર બ્લાસ્ટમાં વધુ ૧ મોત પવાર દંપતીએ એકનો એક પુત્ર ગુમાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેસ્તાનની ઉમિયા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના લુમ્સના ખાતામાં સિલિન્ડર બ્લાસ્ટના બનાવમાં સિવિલમાં સારવાર લઈ રહેલા ૧૦ વષીર્ય બાળકનુ પણ મંગળવારે રાત્રે મોત નિપજતા આ દૂઘ્ર્ાટનામાં મરણાંક ૬ પર પહોંરયો છે. શ્રમિક પવાર દંપતીએ એકના એક પુત્રને ગુમાવવાનો વખત આવ્યો હતો.
ભેસ્તાનના ઉમિયા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગત ૧૨ મેના રોજ સવારે બે માળના લૂમ્સના કારખાનામાં ગ્રાઉન્ડ ફલોર પર ભંગારના બંધ ગોડાઉનમાંથી ધુમાડો નીકળતા કારખાનેદારે પહોંચી જઈને દરવાજો ખોલતા આગ ફેલાઈ હતી, અને સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા મકાનની દિવાલના ભૂક્કા બોલી ગયા હતા. મકાનની આગળ અને પાછળના ભાગે આગની જવાળાઓ ફેલાતા એકત્રિત થઈ ગયેલા ૩પ જેટલા લોકો ૨૦ ટકાથી લઈ પ૦ ટકા સુધી દાઝી ગયા હતા. દાઝેલાઓને સિવિલ ઉપરાંત વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ ઘટનામાં પાંચ વ્યકિતના મોત નીપજયાં હતા. સિવિલમાં સારવાર લઈ રહેલા ઈન્દર અરુણભાઈ પવારનુ પણ મંગળવારે રાત્રે મોત નીપજયું હતું.
ચાર વર્ષના પુત્રને ખોનારા પવાર દંપતીનું હૈયાફાટ રૂદન
ભેસ્તાનના એસએમસી કવાટર્સ રહેતા અરુણભાઈ પવારને એકનો એક પુત્ર ઈન્દર ધોરણ ૪માં અભ્યાસ કરતો હતો. છુટક મજુરી કરતા પવાર દંપતિનો પુત્ર ઘટનાના દિવસે વેકેશન હોવાથી મિત્રો સાથે રમતો હતો અને આ દુઘટર્ના સજાર્ઈ ત્યારે નજીકમાં જ હોવાથી ગંભીર રીતે દાઝી ગયો હતો. દાઝેલા ૩પ લોકો સાથે તેને પણ સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. ૧૬ દિવસની સારવાર બાદ તેનુ મોત નીપજયું હતું. એકના એક પુત્રના મોત બાદ પવાર દંપતિનુ હૈયાફાટ રૂદન ઉપસ્થિતોની આંખો ભીંજવાઈ હતી.