• Gujarati News
  • ગેમન ઇન્ડિયા પાસે કેબલ બ્રિજ બનાવવાનો નિર્ણય પખવાડિયામાં

ગેમન ઇન્ડિયા પાસે કેબલ બ્રિજ બનાવવાનો નિર્ણય પખવાડિયામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપાનીઆગામી ચૂંટણીને ધ્યાને રાખી કેબલ સ્ટેઇડ બ્રિજનું કામ ઝડપથી પુરૂ તેવી કવાયત શાસકોએ શરૂ કરી છે. માટે ગેમન ઇન્ડિયાના પ્રતિનિધિ, ટેકનો લીગલ કમિટીના ચેરમેન સાથે બેઠક કરી ઓગસ્ટ 2016માં કેબલ સ્ટેઇડ બ્રિજની કામગીરી પૂરી થાય તે માટેની ચર્ચા કરશે. ગેમન ઇન્ડિયા શાસકોની શરતોને આધીન કામ કરવા તૈયારી થશે તો કામ ગેમન ઇન્ડિયા પાસે કરાવાશે તેવું હાલ નક્કી થયું છે.

અઠવા પાલને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજનું કામ મોડું કરવા બદલ ગેમન ઇન્ડિયાને બ્લેક લીસ્ટ કરી 100 કરોડનો દાવો કરવાની તૈયારી દાખવ્યા બાદ બ્રિજ કોની પાસે બનાવડાવવો તેનો નિર્ણય કરવા ટેકનો લીગલ કમિટી બનાવાઈ હતી. કમિટીએ ગેમન ઇન્ડિયા પાસે બ્રિજ બનાવવાનો નિર્ણય કરતા પહેલા તેની સાથે નવેસરથી કરાર કરવામાં આવે તે સહિતનો રિપોર્ટ તૈયાર કરી પાલિકામાં સુપ્રત કર્યો છે. રિપોર્ટના આધારે સ્થાયી સમિતિના અધ્યક્ષ નિરવ શાહે આજે ટેકનો લીગલ કમિટીના ચેરમેન કિર્તી દવે સાથે બેઠક કરી કેબલ સ્ટેઇડ બ્રિજ અંગે ચર્ચા કરી હતી. ત્યાર બાદ ગેમન ઇન્ડીયાના ચિદમ્બરમ સહિત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી 20મી ફેબ્રુઆરીએ સ્થાયી ચેરમેન,

કામગીરી ઝડપથી થશે

^કેબલ સ્ટેઇડ બ્રિજની કામગીરી ઝડપથી પૂરી થાય તે માટે અત્યાર સુધીમાં સાત જેટલી બેઠક કરાઈ છે. આગામી 2 સપ્તાહમાં તેનો નિર્ણય પણ કરાશે.’ > નિરવશાહ, અધ્યક્ષ,સ્થાયી સમિતિ