• Gujarati News
  • મનપાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની પસંદગી માટે દરેક પક્ષની કપરી કસોટી

મનપાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની પસંદગી માટે દરેક પક્ષની કપરી કસોટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હજી છ-સાત મહિનાની વાર છે પરંતુ દરેક પક્ષે ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરી દીધી છે. નવા નિયમાનુસાર 29 વોર્ડના 116 ઉમેદવારોમાં 50 ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ રહેશે. 58 સક્ષમ મહિલા ઉમેદવારો શોધવા ક્યાંથી સૌપ્રથમ તો દરેક પક્ષની નેતાગીરી માટે હાલ મોટો પડકાર છે.

કોર્પોરેશનની ચૂંટણી નવા સીમાંકન મુજબ લડવાની હોવાથી બે મુખ્ય હરિફ રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં વોર્ડ-વિસ્તારને લઇ અસમંજસ છે. નવા સીમાંકનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ થયું છે પરંતુ તે ફાઇનલ થયું નહીં હોવાથી કયા વિસ્તારો કપાશે અને કયા વિસ્તારો ઉમેરાશે તે નક્કી નથી.

કોર્પોરેશનની ચૂંટણીમાં જ્ઞાતિ, પરિવાર તેમજ વિસ્તારવાદના મુદ્દા ઉપરાંત વખતે મહિલા ઉમેદવારોની પસંદગી દરેક રાજકીય પક્ષો માટે માથાનો દુ:ખાવો બની રહેશે. કુલ 116 માંથી 58 મહિલા ઉમેદવાર પસંદ કરવાની છે. આટલી મોટી સંખ્યામાં વિનિંગ કેન્ડિડેટ ગણી શકાય તેવી મહિલાઓની પસંદગી માટે બંને રાજકીય પક્ષોએ અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ સિવાય કોંગ્રેસ સહિતના પક્ષો માટે આટલી સંખ્યામાં મહિલા ચહેરાઓ શોધવા મોટી ચેલેન્જ છે. ચૂંટણીમાં જોતાં નવા ચહેરાની સંખ્યા મોટા પ્રમાણમાં રહેશે નક્કી છે. મતદારોનો બદલાતો ટ્રેન્ડ જોતાં ઉમેદવારોની પસંદગીમાં વધુ ચોકસાઇ રાખવી પડશે એમાં કોઈ બેમત નથી.

કેપેબલ મહિલા ઉમેદવારો મળવા મુશ્કેલ

^મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હજી તો ઘણી વાર છે અને બાબતે હાલમાં કંઇ કહેવું નથી.જાહેરમાં કશું કહેવાય નહીં. > પૂર્ણેશમોદી,પ્રમુખ,શહેર ભાજપ

^કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની તૈયારી શરૂ કરી છે. વેળા 50 ટકા મહિલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારાશે. પરંતુ કેપેબલ અને એક્સેપ્ટેબલ મહિલા ઉમેદવારો મળવા મુશ્કેલ છે. નવા સીમાંકનને ધ્યાને રાખી મહિલા ઉમેદવારોની પસંદગી અગ્નિપરીક્ષા બનશે. > નૈષધદેસાઇ,પ્રમુખ,શહેર કોંગ્રેસ

નવા નિયમો મુજબ કુલ 58 માથી 50 સામાન્ય મહિલા હશે

અત્યારસુધીમ્યુનિસિપલ કોર્પોરેશનમાં 38 વોર્ડમાં એક-એક મહિલા ચૂંટાઇ આવતી હતી.નવા નિયમો મુજબ હવે 29 વોર્ડમાં કુલ 116 બેઠક પૈકી 58 મહિલાઓ માટે અનામત રહેશે.આ 116 બેઠકો પૈકી ત્રણ શિડ્યુઅલ કાસ્ટ,ત્રણ શિડ્યુઅલ ટ્રાઇબ અને 12 ઓબીસી માટે અનામત રહેશે.ત્રણ એસ.સી.પૈકી એક મહિલા માટે,ત્રણ એસ.ટી.બેઠક પૈકી એક મહિલા માટે,અને 12 ઓ.બી.સી.પૈકી મહિલા માટે અનામત રહેશે.એટલે કે કુલ 58 મહિલા બેઠકમાંથી 50 બેઠક સામાન્ય મહિલા ઉમેદવાર માટે રહેશે.

સંગઠનની મહિલાઓને પ્રાધાન્ય

કોર્પોરેશનમાંવખતેમહિલાઓનું પ્રતિનિધિત્વ 50 ટકા હોવાથી સંગઠનમાં વર્ષોથી કાર્યરત્ હોય તેવી અનુભવી અને શિક્ષિત મહિલા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની લાગણી ભાજપના અગ્રણીઓએ વહેતી કરી છે.નવી-સવી મહિલાની પસંદગી કરવામાં આવે તો કોર્પોરેશનમાં વહિવટ કરવામાં પણ મુશ્કેલી પડશે અને સિનિયર મહિલા કાર્યકરોમાં અસંતોષ ફેલાશે તેવી દલીલો કરવામાં આવી રહી છે.

લઘુમતિઓના વિસ્તારો કોંગ્રેસને ધરી દેવાશે

સુરતનાનાણાવટ-શાહપોર,સૈયદપુરા,ગોપીતળાવ,કાદરશાની નાળ જેવા વોલ સિટી વિસ્તારો, ઉધના,લિંબાયત અને રાંદેર જેવા વિસ્તારો કે જ્યાં લઘુમતિઓની વસતિ વધારે હોય તેવા વિસ્તારોની અવગણના કરવાની દલીલ ભાજપના એક જૂથ દ્વારા થઇ રહી છે.કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાતા વિસ્તારોમાં મહેનત કરવાને બદલે અન્ય વિસ્તારો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની ગણતરી ભાજપ નેતાગીરીમાં મંડાઇ રહી છે.

સેઇફ વોર્ડ-વિસ્તાર નક્કી કરવા સમીકરણો મંડાયા

નવાસીમાંકનમુજબ કોર્પોરેશનની ચૂંટણી લડવાની હોવાથી જૂના વોર્ડ-વિસ્તારોમાં જે ફેરફારો થવાના છે તે જ્ઞાતિવાદને આધારે થાય અને ભાજપને ફાયદો થાય તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. નવા આકાર લેનારા 29 વોર્ડ સેફ વોર્ડ બને તે માટે ભાજપની ટીમોને એક્ટિવ કરવામાં આવી છે અને તે મુજબ સમીકરણો માંડવામાં આવી રહ્યાં છે.

ભાજપી સ્થાનિક નેતા દ્વારા સિક્રેટ સરવે

કોર્પોરેશનનીચૂંટણીનેહજી છ-સાત મહિનાની વાર છે પરંતુ ભાજપની સ્થાનિક નેતાગીરીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.આ વેળા મહિલાને 50 ટકા પ્રતિનિધિત્વ આપવાનું હોવાથી જીતી શકે તેવી મહિલાઓની પસંદગી માટે ભાજપના સ્થાનિક નેતાઓએ સિક્રેટ સરવેની કામગીરી શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળે છે.

પરિવારવાદ અંગે કાર્યકરોમાં ભારે વિરોધ

ભાજપમાંપુરૂષકોર્પોરેટરો દ્વારા તેમની બાદબાકી થતી હોય તો તેમના સ્થાને તેમની પત્ની કે પુત્રીને ટીકિટ મળે તે માટે લોબિંગ કરવામાં આવે છે.પ્રવર્તમાન ટર્મમાં પણ આવા કિસ્સા મોજુદ છે કે જેમાં ભૂતપુર્વ કોર્પોરેટરોએ પોતાની પત્નીને ટીકિટ અપાવીને કોર્પોરેટર બનાવી છે.પરિવારવાદને કારણે વર્ષોથી કામ કરતા કાર્યકરો વંચિત રહી જતા હોવાથી પ્રથાનો વખતે જોરદાર વિરોધ થવાની સંભાવના એક સિનિયર અગ્રણીએ વ્યક્ત કરી છે.