• Gujarati News
  • મિલકત વેરાની ચાલુ વર્ષે 663 કરોડની સામે 500 કરોડની થયેલી વસુલાત

મિલકત વેરાની ચાલુ વર્ષે 663 કરોડની સામે 500 કરોડની થયેલી વસુલાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાનામિલકત વેરાની વસુલાતમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં 500 કરોડની વસુલાત કરી દેવામાંં આવી છે. જેથી ચાલુ વર્ષે 663 કરોડની વેરા વસુલાત સામે 550 કરોડની વેરા વસુલાત થાય તેવી શકયતા રહેલી છે.

પાલિકાએ વેરા વસુલાતની કામગીરી અસરકારક રીતે કરવા માટે હાલમાં તમામ સાતેય ઝોનમાં વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.તેના પરિણામ સ્વરૂપે આજે 500 કરોડની આવકનો આંક પાર થઇ ગયો છે. જ્યારે ગત વર્ષે 607 કરોડની વેરા વસુલાત થવાના અંદાજ સામે 521 કરોડની વસુલાત થઇ શકી હતી. ત્યારે ચાલુ વર્ષે મિલકત વેરા પેટે 550 કરોડ કરતા વધુ વસુલાત થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ ગત વર્ષે ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહ સુધીમાં 445 કરોડની આવક મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે થઇ હતી.

મિલકતદારોમાં 1 લાખનો વધારો

ગતવર્ષેમહાનગરપાલિકામાં 17.50 લાખ મિલકતદારોની સંખ્યા હતી. જ્યારે શહેરના સતત વિકાસને કારણે ચાલુ વર્ષે મિલકતદારોની સંખ્યામાં એક લાખનો વધારો થતા હાલમાં મિલકત દારોની સંખ્યા 18.50 લાખ પર પહોંચી છે.