• Gujarati News
  • તાપી તટે આવેલા ઐતિહાસિક ડચ ગાર્ડને આજે 115 વર્ષ પુરા કર્યા

તાપી તટે આવેલા ઐતિહાસિક ડચ ગાર્ડને આજે 115 વર્ષ પુરા કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી તટે આવેલા ઐતિહાસિક ડચ ગાર્ડને આજે 115 વર્ષ પુરા કર્યા

ડચ લોકોએ ઇ.સ.1620માં સુરતમાં તાપી તટ(હાલની નાનપુરાની નવી પોસ્ટ ઓફિસની બાજુમાં) કોઠી સ્થાપી હતી.જે 168 વર્ષ સુધી કામ કરતી રહી હતી.કોઠી આજે જર્જરીત હાલતમાં છે.આ ડચ પ્રજાએ તેમના મનોરંજન માટે તાપી કિનારા પાસે એક ગાર્ડન બનાવ્યો હતો.જે આજની તારીખે પણ ત્યા છે. ગાર્ડન માટે ઇ.સ.1901 અને1902નાં સમયમાં શેઠ હેપતુલ્લા ઇ.હૈદરઅલી કાસમજી તરફથી તે સમયે નાનપુરા,નદી કિનારા વલંદીવાડી તરીકે આળખાતી આશરે 1625 ચોરસ વાર જમીન આપી હતી. તેમા ડચ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. આજે ગાર્ડનનું નામ ભલે દયાળજી ગાર્ડન છે. પણ હજુએ લોકો ડચ ગાર્ડનથી ઓળખ આપે છે.ગાર્ડનની બાજુનો રોડ આજે પણ ડચ રોડ તરીકે ઓળકાય છે.