• Gujarati News
  • કથાકાર ગીરીબાપુની શિવકથાનો શહેરમાં 14 ફેબ્રુઆરીથી પ્રારંભ

કથાકાર ગીરીબાપુની શિવકથાનો શહેરમાં 14 ફેબ્રુઆરીથી પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :શહેર હાલ ભક્તિનાં રંગમાં સંપૂર્ણ રંગાઇ ગયુ છે. એક બાદ એક પ્રસિધ્ધ વક્તા�ઓ દ્વારા કથા યોજવામાં આવી રહી છે. હજુ લોકો પૂજ્ય મોરારીબાપુની રામકથાનો લાભ લઇ રહ્યા છે ત્યારે 14 ફેબ્રુઆરીથી પ્રસિધ્ધ કથાકાર પૂજ્ય ગીરીબાપુની શિવકથાનો લહાવો પણ મળશે. કથાની પૂર્ણાહુતિ 22 ફેબ્રુઆરીઅે થશે. કથા દરમિયાન ઘણા સામાજિક ઉત્ક્રાંતિનાં કાર્યો પણ કરવામાં આવશે. પીપલોદ વીઆઇપી રોડ ખાતે આવેલ ખાટુ શ્યામ મંદિર નજીક ગીરીબાપુની કથા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડશે. કથા દરમિયાન વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો પણ રોજેરોજ કરવામાં આવશે. 22 ફેબ્રુઆરી સુધી કથા ચાલશે.