• Gujarati News
  • સ્માર્ટ સિટી હેઠળ સુરતને પાંચ વર્ષમાં 3 હજાર કરોડથી વધુ રકમ મળશે

સ્માર્ટ સિટી હેઠળ સુરતને પાંચ વર્ષમાં 3 હજાર કરોડથી વધુ રકમ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારની સ્માર્ટ સિટી યોજના હેઠળ સુરતને પાંચ વર્ષમાં 3 હજાર કરોડથી વધુ રકમ મળશે. દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી હેઠળ બનાવવા માટેની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. તેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આના માટે કેન્દ્ર સરકારે 15 હજાર કરોડની ફાળવણી પણ કરવાની જાહેરાત કરી હોવાથી 100 શહેરો પાસેથી સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેકટ મંગાવ્યા છે. પ્રોજેકટની કામગીરી કરવા માટે મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ સ્માર્ટ સિટી હેઠળ દર વર્ષે 600 કરોડની ગ્રાંટ મળે તે માટેના પ્રોજેકટ તૈયાર કરવાની કવાયત શરૂ કરી છે. જે તમામ પ્રોજેકટ તૈયાર કરીને આવતા સપ્તાહે રાજ્ય સરકારમાંં મોકલી આપવામાં આવશે. જે બાદ રાજ્ય સરકાર ચારેય શહેરોના પ્રોજેકટ મંજુરી માટે કેન્દ્ર સરકારમાં મોકલી આપવામાં આવશે.

હૈદરાબાદ ખાતે સ્માર્ટ સિટી માટે કોન્ફરન્સ

જીઓબિલ્ડ સ્માર્ટઇન્ફ્રાસ્ટ્રકચર 2015ના નેજા હેઠળ હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેકશન સેન્ટર ખાતે સ્માર્ટ સિટી કેવી હશે તે માટેની કોન્ફરન્સ યોજાઇ હતી. તેમાં સુરતના મેયરે સ્માર્ટ સિટીને લગતા વિષયો જેવા કે જીઆઇએસ, ઇ- ગર્વનન્સ, સિટીઝન સ્માર્ટ કનેકટીવી, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ સહિતના મુદે પ્રેઝનટેશન રજુ કર્યુ હતુ. જેમાં સુરતમાં અત્યાર સુધી સ્માર્ટ સિટીને ધ્યાને રાખીને થયેલી કામગીરી અને ભવિષ્યના આયોજન પણ રજુ કરાયુ હતુ. કોન્ફરન્સમાં ગાંધીનગર, વારાણસી, અલીગઢ, પટના, આગ્રા, વિજયવાડા, હરિદ્વાર, લખનૌ સહિતના મેયર હાજર રહ્યા હતા.