• Gujarati News
  • પોલીસે 10 લાખ લીધાનો આક્ષેપ

પોલીસે 10 લાખ લીધાનો આક્ષેપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |એલએચરોડના જમીનદલાલ બાબુ ગજેરાને મનીષ નામના યુવકે તેમની સોપારી મળી હોવાની ધમકી આપી હતી. જેમાં મનીષ અને સોપારી આપનાર ધર્મેશ ઠક્કરને પકડી કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યા હતા. જામીન પર છૂટેલા ધર્મેશે વળતી ફરિયાદ આપી 16મીએ બાબુ ગજેરાના માણસો રઘુ અને અન્ય બેએ તેનું કારમાં અપહરણ કરી રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. ધર્મેશને લાકડી તથા ચપ્પુથી ઇજા પહોંચાડી રેલવે સ્ટેશન પર ફેંકી દીધો હતો. ગજેરા પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કાપોદ્રા પોલીસે એફઆઇઆર નહી કરવા 10 લાખ માંગ્યાનો આક્ષેપ કર્યો હતો.