• Gujarati News
  • મહીલાની બુટ્ટી લૂંટવા ગયા અને લુંટારૂઓ હોસ્પિટલ ભેગા થયા

મહીલાની બુટ્ટી લૂંટવા ગયા અને લુંટારૂઓ હોસ્પિટલ ભેગા થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનાતેરાપંથ ભવનની સામેથી પગપાળા પસાર થતી કાપડના વેપારીની પત્નીના કાનમાંથી સોનાની બુટ્ટી લુટવાનુ લુંટારૂઓને ભારે પડી ગયુ હતુ. મહીલાના કાનમાંથી બુટ્ટી ખેચતી વખતે બાઈક સ્લીપ થઈ જતા બન્ને લુંટારૂઓ પટકાયા હતા.

ઉધના ભગવતી નગર સોસાયટી ખાતે રહેતા વેદપ્રકાશ હંસરાજ ભાટીયાની પત્ની વર્ષાબેન બુધવારે સાંજે ઉધના તેરાપંથ ભવનની સામેથી પસાર થતા હતા, દરમિયાન બાઈક પર આવેલા બૈ યુવકોએ તેમની બટ્ટી ખેચવાનો પ્રયાસ કર્યો હતો જોકે બુટ્ટી ખેચવા જતા બન્નેનુ સમતુલન ખોરવાઈ ગયુ હતુ અને બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બન્ને પટકાયા હતા. વર્ષાબેને બુમાબુમ કરતા લોકોએ બન્નેને પકડી લીધા હતા જોકે બન્ને પૈકીના રણજીત બચુભાઈ રાઠોડને ઈજા થતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યારે દિપક વ્રજલાલ વાઢેરની પોલીસે ધરપકડ કરી હતી.