• Gujarati News
  • જ્વેલર્સને બોગસ ડીડી આપી 4.96 લાખની ઠગાઈ

જ્વેલર્સને બોગસ ડીડી આપી 4.96 લાખની ઠગાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અઠવાગેટવાત્સલ્ય બંગ્લોઝમાં રહેતા પ્રેમલ શાહ પાર્લે પોઈન્ટ પુજાઅભિષેક શોપિંગ સેન્ટરમાં સ્ફીયર નામનો જ્વેલરી શોરૂમ ધરાવે છે. 9 જુલાઈએ રોહન પટેલ ભાણેજના લગ્ન હોવાથી ઘરેણાં ખરીદવાના હોવાનું જણાવ્યું હતુ. તેમની સાથે આવેલી બન્ને યુવતીઓએ રૂ.4.96 લાખના ઘરેણાં પસંદ કરી રકમનો ડ્રાફ્ટ આપી ઘરેણાં લેવા આવવાનું કહી ચાલ્યા ગયા હતા. બાદમાં રોહને સેલ્સમેનને વાતોમાં ભોળવી એસબીઆઈ જંબુસર શાખાનો ડીડી આપી રૂ.4.96 લાખના ઘરેણાં લઈ ગયો હતો. સોમવારે ડ્રાફ્ટ બેંકમાં રજુ કરાતા તે બોગસ હોવાનુ જણાતા ઠગો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.