• Gujarati News
  • મહિનામાં ગ્રેના ભાવ ઘટ્યા, છતા ખરીદીનો અભાવ

મહિનામાં ગ્રેના ભાવ ઘટ્યા, છતા ખરીદીનો અભાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકકાપડ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી ફિનિશ્ડ ફેબ્રીક્સની ખરીદીનો કારોબાર મંદ પડ્યો છે અને તેની સીધી અસર ગ્રે કાપડની ખરીદી પર પણ જોવા મળી રહી છે. ગ્રે કાપડમાં ખરીદીનો અભાવ હોવાથી છેલ્લા એક મહિનામાં રનિંગ ક્વોલિટીના ગ્રે કપડામાં એક રૂપિયાથી માંડીને આઠ રૂપિયા જેટલા ભાવ તૂટી ગયા છે તેમ છતા પણ ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક કાપડ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી ફિનિશ્ડ ફેબ્રીક્સની ખરીદીમાં ઓટ આવી છે. લગ્નસરાની ખરીદી પણ સરેરાશ રહી હોવાથી અને સામી દિવાળીએ વીવર્સને પેમેન્ટ ચુકવવા પડે એટલા માટે ટેક્સટાઇલ ટ્રેડર્સ દ્વારા ગ્રે કાપડની ખરીદી પર ઘણા સમયથી બ્રેક મારવામાં આવી છે. આવા સંજોગોમાં વીવર્સ રોટેશન ફેરવવા માટે પણ બજારમાં સસ્તા ભાવે ગ્રે કાપડ વેચતા થઇ ગયા હતા. સંજોગોને કારણે ગ્રે કાપડમાં ખરીદી મંદ પડવાથી ગ્રે કાપડની રનિંગ ક્વોલિટીમાં એક રૂપિયાથી માંડીને આઠ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે.

ગ્રે કાપડના ભાવમાં થયેલા ઘટાડાને કારણે વીવર્સની હાલત સૌથી વધારે કફોડી થઇ ગઇ છે અને તેમને કોસ્ટ ટુ કોસ્ટ કરતા પણ ખોટ ખાઇને ધંધો કરવો પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જ્યારે દિવાળી પછીની સીઝન શરૂ થશે ત્યારે ગ્રે કાપડની ડિમાન્ડ નીકળવા સાથે ભાવમાં સુધારો થવાની આશા હાલમાં વીવર્સ રાખી રહ્યા છે.

હાલમાં બજારમાં ખરીદીનો અભાવ હોવાને કારણે ગ્રે કાપડની વિવિધ ક્વોલીટીમાં ભાવ તૂટ્યા છે પરંતુ આગામી દિવાળી વેકેશન બાદ લગ્નસરાની સારી ખરીદી નીકળવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે. આવા સંજોગોમાં ગ્રે કાપડની ડિમાન્ડ નીકળવા સાથે બજારની સ્થિતિમાં સુધારો થવાની આશા છે. > નીતિનભાઇરૂપાવાલા, ગ્રેકાપડ બ્રોકર

રનિંગ ક્વોલિટીમાં કેટલા ભાવ ઘટ્યા

કાપડનોપ્રકાર 1 મહિના પહેલાનો ભાવ હાલનો ભાવ

પૂનમ દાણી૫૫૦ ~ ૧૨.૫૦ પૈસા રૂ.૧૧.૫૦ પૈસા

૬૦ગ્રામસીફોન રૂ.૨૦થી ૨૧ રૂ.૧૯ થી ૨૦

રશિયન૭૫૦૦રૂ.૧૫.૫૦ પૈસા રૂ.૧૪

અલટ્રાકિલોરૂ.૧૯ રૂ.૧૭

૩૦-૩૦નાઝનીન રૂ.૨૯ રૂ.૨૧

જમર્ન૩૦-૩૦રૂ.૧૮ રૂ.૧૭

કસ્તુરીરૂ.૧૯રૂ.૧૭ થી ૧૮

દિવાળી પછી સારા કારોબારની અપેક્ષા