• Gujarati News
  • સચિનમાં બંધ ઘરમાંથી રૂ 1.88 લાખની ચોરી

સચિનમાં બંધ ઘરમાંથી રૂ 1.88 લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિનજીઆઇડીસી વિસ્તારની એક સોસાયટીના મકાનના પાછળના ભાગેથી ચોર ઇસમો પહેલા માળે ઘૂસ્યા હતા. જ્યાંથી તેઓએ દરવાજા વાટે ઘરમાં પ્રવેશ કરી રૂમના કબાટમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના, ઘડિયાળ મળી કુલ 1.88 લાખની મત્તાના મુદ્દામાલ પર હાથફેરો કરી ભાગી છૂટ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગભેણી ગામ સ્કૂલ ફળિયામાં રહેતા જમીન દલાલ રામુ મોહન પટેલનો પરિવાર ગતરોજ રાત્રી દરમિયાન સૂઈ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ તેમના ઘરની પાછળની દીવાલ ચઢીને પહેલા માળે પ્રવેશ્યા હતા. જ્યાંથી તેઓએ દરવાજા વાટે અંદર પ્રવેશ કરી રૂમના કબાટમાંથી રોકડા રૂપિયા, સોનાનું મંગળસૂત્ર તથા ઘડિયાળ‌ મળી કુલ રૂ 1.88 લાખની મત્તાના મુદ્દામાલની ચોરી કરી ભાગી છુટયા હતા.