• Gujarati News
  • યુએલસીના દબાણો હટાવવાની કોમગીરીનો વિરોધ કરી આવેદનપત્ર

યુએલસીના દબાણો હટાવવાની કોમગીરીનો વિરોધ કરી આવેદનપત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેર અને આસપાસ યુ.એલ.સી.ની જમીનો ઉપર વર્ષોથી બંધાયેલા બાંધકામો દુર કરવા સરકારી તંત્રની કાર્યવાહીના વિરોધમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપીને કાર્યવાહી તાત્કાલિક અટકાવવા માટે રજૂઆત કરી હતી. યુ.એલ.સી.ની ફાજલ જમીનો ઉપર બંધાયેલા રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઅલ બાંધકામો દુર કરવા કલેક્ટરે રાજેન્દ્ર કુમારે તમામ બાંધકામોના માલિકોને નોટિસો ઇશ્યું કરી દીધી છે.