• Gujarati News
  • ઉધના ફાટક પર માસમાં 20થી વધુ કપાયા

ઉધના ફાટક પર માસમાં 20થી વધુ કપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનારેલ્વે સ્ટેશન પર ગુરુવારે યોજાયેલી બોર્ડની મિટીંગમાં કોગ્રેસ કમિટિ દ્વારા ઉધના સ્ટેશનને લગતાં વિવિધ પ્રશ્નોની વેસ્ટર્ન રેલ્વેના એસીએમને રજૂઆત કરવામાં આવી હતી. જેમા ખાસ કરીને છેલ્લા મહિનામાં 20થી વધુ મુસાફરો તથા લોકો ટ્રેનની અડફેટે આવી મોત નીપજતાં ફુટ ઓવરબ્રીજ બનાવવો તથા અન્ડર ગ્રાઉન્ડ સબવે બનાવવા અંગે રજૂઆત કરી હતી.

ગુરુવારના રોજ વેસ્ટર્ન રેલ્વેના એસીએમ વી.વી.અભિષેક ઉધના રેલ્વે સ્ટેશન પર બોર્ડની મિટીંગમાં હાજર રહ્યા હતા. દરમિયાન શહેર કોગ્રેસ કમિટિએ ઉધના સ્ટેશનને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં ઉધના રેલ્વે સ્ટેશન પર અકસ્માતની સંખ્યા અટકાવવા માટે એફ.ઓ.બી ફુટ ઓવર બ્રિજ મુકવો, કોઇ પણ ફાસ્ટ ટ્રેન સ્ટેશન પરથી પસાર થાય ત્યારે યાત્રીકો અને પબ્લીક માટે વારંવાર એનાઉન્સ કરાવવું, સ્ટેશન પર કરંટ ટીકીટોની વિન્ડોમાં વધારો કરવો, ટાઉટોનું દુષણ દુર કરવા, સુરત-બાન્દ્રા ઇન્ટરસીટી તેમજ ભિલાડ જેવી ટ્રેનોને ઉધના સ્ટેશને સ્ટોપેજ આપવું તથા યાત્રીકો માટે સ્ટેશન પર વેઇટીંગ રૂમની સગવડ ઉભી કરવા જેવા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી હતી.