• Gujarati News
  • રિંગરોડની ટ્રાવેલ્સમાંથી 26 રેલવે ટીકીટ ઝડપાઈ

રિંગરોડની ટ્રાવેલ્સમાંથી 26 રેલવે ટીકીટ ઝડપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડબેલ્જિયમ સ્ક્વેર ખાતે અર્પુદા ટ્રાવેલ્સ એજન્સીમાં સુરત આરપીએફે બાતમીના આધારે છાપો મારી પર્સનલ આઈડીનો ઉપયોગ કરી કઢાયેલી રૂ.63 હજારની કીમતની રેલવેની 26 ટીકીટ સાથે ટ્રાવેલ્સ એજન્સીના માલિકની ધરપકડ કરી છે.

સુરત આરપીએફને રિંગરોડ બેલ્જિયમ સ્ક્વેર ખાતે અર્પુદા ટ્રાવેલ્સ એન્ડ એજન્સીમાં પર્સનલ આઈડીનો ઉપયોગ કરીને ઈ-ટીકીટો કાઢી તેની કાળાબજારી થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરપીએફે અર્પુદા ટ્રાવેલ્સ એન્ડ એજન્સીમાં છાપો મારી રૂ.63,112 ની કીમતની 26 ટીકીટ કબજે કરી હતી. એજન્સીના માલીક પ્રકાશ ભંવરલાલ પવાર (રહે. ગ્રીનપાર્ક સોસાયટી, લંબે હનુમાન રોડ, વરાછા) ની ધરપકડ કરી હતી. પ્રકાશ પવારે ટીકીટો પર્સનલ આઈડીનો ઉપયોગ કરીને કાળાબજાર કરવા કઢાવી હોવાનુ આરપીએફની તપાસમાં બહાર આવ્યુ હતુ. જેથી આરપીએફએ તમામ ટીકીટો કબ્જે કરી ટીકીટો બ્લોક કરાવી દીધી હતી. સંચાલક પ્રકાશ પવારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.