• Gujarati News
  • હિલ્સ નર્સરી કેસમાં DEOને રિપોર્ટ સોંપાયો

હિલ્સ નર્સરી કેસમાં DEOને રિપોર્ટ સોંપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્યુઅલફંક્શનની તૈયારી માટે બાળકો દ્વારા કરાતા રિહર્સલ દરમ્યાન આચાર્યા દ્વારા માસૂમોનાં વાળ ખેંચીને તેમની સાથે અમાનુષી અત્યાચાર કરાતાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જે અંગે સોમવારે શાસનાધિકારીએ તેમનો રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારીને સોંપ્યો છે જેથી હિલ્સ નર્સરીનાં આચાર્યાની મુશ્કેલી વધશે અને નર્સરીનું લાઇસન્સ રદ્દ થવા સુધીનાં પગલાં લેવાઈ શકે છે.

શાસનાધિકારી દ્વારા 6 વાલીઓનાં નિવેદનો લેવામાં આવ્યા હતાં અને તમામ નિવેદનોમાં ખરાઈ હોય તે મુજબનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારીને સોમવારે મોડી સાંજે સોંપ્યો હતો.