• Gujarati News
  • ઉધનામાં 7 મોબાઇલ સાથે બે ઝડપાયા

ઉધનામાં 7 મોબાઇલ સાથે બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનામાં 7 મોબાઇલ સાથે બે ઝડપાયા



ઉધનાપોલીસે બાતમીના આધારે જુદા જુદા સ્થળે ફરી રહેલા બે મોબાઇલ ચોરને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી ચોરીને સાત મોબાઇલ કબજે લીધા હતા. ઉધના પોલીસે બાતમીના આધારે ઝાંસીની રાણી બાગ પાસે રૂપિયા 4,500ની કિંમતના કુલ ત્રણ નંગ ચોરીના મોબાઇલ સાથે વિનોદ ઉર્ફે દેડકો લક્ષ્મણભાઇ મારવાડી (ઉ.વ.26,રહે. સંજયનગર ઝૂંપડપટ્ટી, ઉધના) ને ઝડપી પાડ્યો હતો તેમજ ઉધના રોડ નં. 6 પાસેથી જેસીંગ જીવણ મારવાડી (ઉ.વ.22,રહે. સંજયનગર ઝૂંપડપટ્ટી, ઉધના)ને 2,600ની કિંમતના ચોરીના ચાર નંગ મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો.