• Gujarati News
  • વર્ષીદાનની તૈયારીઓને આખરીઓપ

વર્ષીદાનની તૈયારીઓને આખરીઓપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષીદાનની તૈયારીઓને આખરીઓપ

વરઘોડાનો રૂટ | વરઘોડાનીશરૂઆત મક્કાઇ પુલ પાસેથી થશે ત્યારબાદ સરિતા સંકુલ, ગુજરાત ગેસ સર્કલ, રૂષભ ચાર રસ્તા, ધબકાર સર્કલ, જય અંબે સોસાયટી રોડ, મક્કાઈ પુલ પાર કરીને નાનપુરા, ટીમલીયાવાડ, ગાંધીસ્મૃતિ, કદમ ભવન, વલ્લભ ચોક, મજૂરાગેટ, ફ્લાય ઓવર નીચેથી આરટીઓ, વનિતાવિશ્રામ, અઠ‌વાગેટ, ચોપાટી થઈ લાલબંગલા જૈન દેરાસર, પાર્લે પોઇન્ટ થઇ એસવીએનઆઇટી સર્કલથી આધ્યાત્મનગરી ખાતે પૂર્ણાહુતિ થશે.

વરઘોડામાં 139 પ્રકારની વિવિધ ઝાંખીઓ પ્રદર્શિત થશે

આજે 45 દીક્ષાર્થીનો વર્ષીદાનનો 2 કિમી લાંબો વરઘોડો નીકળશે

ભાસ્કર ન્યૂઝ.સુરત

1ડિસેમ્બરે સુરતના આંગણે ઐતિહાસિક દીક્ષા સમારોહને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં રવિવારે સવારે 8:30 કલાકે મક્કાઇ પુલ રીવરફ્રન્ટ ખાતેથી 45 દીક્ષાર્થીઓનો ભવ્ય વર્ષીદાન વરઘોડો નીકળશે. વરઘોડામાં 139 પ્રકારની વિવિધ ઝાંખીઓ પ્રદર્શિત થશે. જ્યારે વરઘોડો 2 કિલોમીટર લાંબો હશે અને 10 કિમી જેટલા વિસ્તારમાં ફરશે. જે મક્કાઇપુલથી શરૂ થઈ એસવીએનઆઇટી અધ્યાત્મનગરી ખાતે પૂર્ણ થશે. અને તેમાં અંદાજે 40 હજાર લોકો જોડાશે.