• Gujarati News
  • સી.કે.નાયડુ ટ્રોફીમાં સુરતના ખેલાડીઓનો સમાવેશ

સી.કે.નાયડુ ટ્રોફીમાં સુરતના ખેલાડીઓનો સમાવેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સી.કે.નાયડુ ટ્રોફીમાં સુરતના ખેલાડીઓનો સમાવેશ

સુરત : સી.કે.નાયડુ(અન્ડર 23) ટ્રોફીની ગુજરાત અને હિમચાલ પ્રદેશ વચ્ચેની મેચ આગામી 1લી ડિસેમ્બરથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે. ગુજરાતની ટીમમાં સુરતના આશાસ્પદ ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેચ ચોથી ડિસેમ્બર સુધી રમાનાર છે.

સી.કે.નાયડુ ટ્રોફી સાથે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર ક્રિકેટ સિઝનની શરૂઆત થશે. ચાર દિવસીય મેચમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ટીમ ટકરાશે. ગુજરાતની ટીમમાં સુરતના ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. જેમાં પ્રિયાંક પટેલ, ભાર્ગવ પટેલ, હરનેશ ત્રિવેદી, હેમિગ્સ પટેલ, હાર્દિક પટેલ અને કરણ વિરોડિયાનો સમાવેશ થાય છે. મેચ સવારે સાડા નવ કલાકે શરૂ થશે અને લોકો નિ:શુલ્ક નિહાળી શકશે.