• Gujarati News
  • સુરત ડાંડિયા વેચવા આવેલા યુવકની હત્યામાં 1ની ઘરપકડ

સુરત ડાંડિયા વેચવા આવેલા યુવકની હત્યામાં 1ની ઘરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: મહારાષ્ટ્રનાધુલિયાથી લિંબાયતમાં નીલગીરી સર્કલ પાસે નવરાત્રિના દિવસોમાં દાંડિયા વેચવા પોતાના પરિવાર સાથે આવેલો યુવાન કાકા કાલેલકર ગાર્ડનમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેની હત્યા થયાનું તપાસમાં ખૂલતા પોલીસે એકની ધરપકડ કરી હતી.

લિંબાયતના સંજયનગર સર્કલ નજીકના કાકા કાલેલકર ગાર્ડનમાં ગઈ તા. 25 સપ્ટેમ્બરના રોજ 20 વર્ષીય રાહુલ ચૌહાણની હત્યા બાદ હત્યાનું કારણ જાણતા રાહુલના વતન મહારાષ્ટ્રના ધુલિયામાં રાહુલનો આકાશ અશોક ધના સાથે ઝઘડો થયો હોવાનું માલૂમ પડ્યું હતું. ઝઘડાની અદાવત રાખીને ફરી આકાશ ધનાએ રાહુલને ગાર્ડનમાં વધારે ડાંડિયા ખરીદવા છે તેમ કહીને બોલાવ્યો હતો અને અન્ય સગીર વયના બે મિત્રો સાથે મળીને માથામાં લાકડાના ઉપરાછાપરી ફટકાઓ મારી લોહીલુહાણ કરી દીધો હતો. જેથી બ્રેઇન હેમરેજ થઇ જતાં રાહુલનું મોત નીપજ્યું હતું.