• Gujarati News
  • લિંબાયતવિસ્તારમાં ડોર ટુ ડોર સેવા પૂરી પાડતી કંપનીના ડ્રાઇવરો

લિંબાયતવિસ્તારમાં ડોર ટુ ડોર સેવા પૂરી પાડતી કંપનીના ડ્રાઇવરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લિંબાયતવિસ્તારમાં ડોર ટુ ડોર સેવા પૂરી પાડતી કંપનીના ડ્રાઇવરો સાથે સુપરવાઇઝરોના ખરાબ વર્તના કારણે હડતાળ પર ઉતરી ગયા હતા.આ બાબતે હેલ્થ કમિશનર અને સીટી ઇજનેર પહોંચી જઇ ડ્રાઇવરો અને કર્મચારીઓને સમજાવતા તેમણે કામગીરી ફરી શરૂ કરી હતી.

સુરત મહાનગર પાલિકા ના લિંબાયત ઝોનમાં ડોર ટુ ડોરની કામગીરી ભુમિકા ટ્રાન્સપોર્ટ કંપનીને આપવામાં આવ્યો છે.કંપનીના ડ્રાઇવરો અને કર્મચારીઓ સાથે સુપરવાઇઝરો દ્વારા ખરાબ વર્તન કરતા હડતાળ પર ઉતરી ગયા હતા.

બાબતે બે કલાક સુધી માથાકુટ ચાલી પરંતુ તેઓ કોઇ વાત માનવા માટે તૈયાર હતા.ડોર ટુ ડોરના કર્મચારીઓ હડતાળની વાત જાણ થતા હેલ્થ કમિશનર ડૉ.હેમંત દેસાઇ અને એડી.સીટી ઇજનેર જે.કે શાહ સ્થળ પર દોડી આવ્યા હતા.અધિકારીઓએ ઇજારાદારને સાથે રાખી ડ્રાઇ‌વરો અને કર્મચારીઓને સમજાવ્યા હતા.તેમની વાત સાંભળ્યા બાદ તમામ કર્મચારીઓ ડોર ટુ ડોરની ગાર્બેજ કલેશનની કામગીરી શરૂ કરી હતી.

લિંબાયતમાં ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરોએ હડતાળ પાડી દીધી