• Gujarati News
  • ઓર્કિડ માર્કેટના બિલ્ડર સુરાનાએ બીજી બિલ્ડીંગોમાં પણ લાપરવાહી

ઓર્કિડ માર્કેટના બિલ્ડર સુરાનાએ બીજી બિલ્ડીંગોમાં પણ લાપરવાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહરાદરવાજા વિસ્તારમાં આવેલી ઓકિર્ડ ટેકસટાઇલ માર્કેટનું બાંધકામ કરનાર બિલ્ડર સંજય સુરાના અને બાબુલાલ સુરાનાએ શહેરની અન્ય કોર્મશિયલ માર્કેટમાં પણ ફાયર સેફટીના મામલે કોઈ દરકાર કરી ન હોવાનું જાણવા મળ્યું છે.બિલ્ડીંગો બનાવીને કરોડો રૂપિયા ગજવે ઘાલીને આ બિલ્ડરો વેપારીઓને ભગવાન ભરોસે છોડી દે છે.ઓકિર્ડ માર્કેટમાં ભયંકર આગની ધટનાને કારણે અનેક વેપારીઓ આર્થિક રીતે તબાહ થઈ ગયા છે, બિલ્ડર દર મહિને હજારો રૂપિયા મેઇન્ટેનન્સ ઉઘરાવતો હોવા છતા ઓર્કિડ માર્કેટમાં ફાયર સેફટીની સુવિધા રાખવામાં આવી નહોતી. ઓર્કિડ માર્કેટ ઉપરાંત સુરાનાએ બાંધેલી જીવનદીપ, આઇટીસી બિલ્ડીંગ અને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં પણ ફાયર સેફટીના નામે લોચા જ લોચા છે.
ઓર્કિડ માર્કેટમા આગની ઘટના પછી ઘણી બિલ્ડીંગના પ્રમુખો દોડતા થઈ ગયા છે. રીંગરોડ પર આવેલી એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પણ સંજય સુરાનાએ બનાવેલી છે અને ૧૬૦ ઓફીસો આ બિલ્ડીંગમાં આવેલી છે.એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં મેઇન્ટેનન્સ માટે કો. ઓ. સોસાયટી બનાવવામાં આવી છે, જેના પ્રમુખ સુનિલ ઝાએ દિવ્ય ભાસ્કરને કાું હતું કે પાલિકાના ફાયર વિભાગે અમને નોટીસ મોકલાવી છે કે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં ફસ્ર્ટ એઇડ ફાયર એસ્ટીગ્યુશર્સ અપુરતી સંખ્યામાં છે.તેમજ ટેરેસ પર ફાયર પંપનું કનેકશન અંડરગ્રાઉન્ડ ટેન્ક સાથે હોવું જોઇએ તે કરવામાં આવ્યું નથી.૩૦ દિવસની અંદર ફાયર સેફટી સીસ્ટમ કાર્યરત કરવાની ફાયરે નોટીસ આપી છે. એમ્પારય સ્ટેટ બિલ્ડીંગના પ્રમુખ ઝાએ કાું હતું કે અમે ફાયરને જવાબ લખ્યો છે કે બિલ્ડર સંજય સુરાનાએ પાર્કીંગ સ્લોટ અને ટેરેસની જગ્યા ગેરકાયદે રીતે વેચી નાંખી છે. અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાની જગ્યા જ નથી. પાલિકાએ આ બધી બાબતો પર ઘ્યાન કેમ ન આપ્યું, ફાયર સેફટીની સુવિધા નહોતી તો બિલ્ડરને પરવાનગી કેવી રીતે અપાઈ?. હવે બિલ્ડીંગોમાં કોઈ ઘટના બને તો માત્ર કોણ જવાબદાર?. જો કે ચીફ ફાયર ઓફીસરે હજુ સુધી કોઈ જવાબ મોકલ્યો નથી એમ ઝાએ કાું હતું.
દિવ્ય ભાસ્કરે બિલ્ડર સંજય સુરાનાનો ફોન પર સંપર્ક કરતા તેમનો મોબાઇલ સ્વીચ ઓફ હતો.
રિંગરોડના એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં પણ ફાયર સેફટીનો અભાવ.
અહીં મોટી માત્રામાં વાયરો પસાર કરાયા છે જેનું ભાડું પણ વસૂલાય છે.