• Gujarati News
  • રીલાયન્સના કન્ટેનરમાંથી રસ્તામાં કેમીકલ સગેવગે

રીલાયન્સના કન્ટેનરમાંથી રસ્તામાં કેમીકલ સગેવગે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજીરા રીલાયન્સ કંપની માંથી સેલવાસના ખારડપાડા ખાતે ટેસ્ટીંગ માટે મોકલવામાં આવેલા કેમીકલ ભરેલા કન્ટેનર માંથી ડ્રાઈવરે કેમીકલ સગેવગે કરી દીધુ હોવાની ફરીયાદ નોંધાઈ છે. કંપનીના વાઈસ પ્રેસીડન્ટ ની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હજીરાના રીલાયન્સના પ્લાન્ટ માંથી વડોદરા રંધવા ટ્રાંસ્પોટર્ના ટેન્કરમાં કેમીકલ નો જથ્થો ભરી સેલ્વાસ ખારડપાડા ખાતે આવેલા રીલાયન્સના પ્લાન્ટ ખાતે ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યુ હતુ. જોકે ખારડપાડા રીલાયન્સ પ્લાન્ટ માં ટેન્કર પહોરયા બાદ ટેસ્ટીંગ માટે કેમીકલ ચેક કરાતા ટેન્કર માંથી કેમીકલના બદલે પાણી જેવુ ભળતુ જ પ્રવાહી મળી આવ્યુ હતુ. હજીરાના પ્લાન્ટ માંથી મોકલવામાં આવેલુ કેમીકલ ખારડપાડા ના રીલાયન્સના પ્લાન્ટ સુધી ન પહોંચતા ખારડપાડા રીલાયન્સ કંપનીના વાઈસ પ્રેસીડન્ટ હર્ષ ઈશ્વરચંદ્ર અગ્રવાલે સેલ્વાસ પોલીસ મથક માં રંધવા ટ્રાંસપોટર્ ના ટેન્કર ચાલકે હજીરાથી સેલવાસના ખારડપાડા પ્લાન્ટ વરચે રસ્તામાં કેમીકલ સગેવગે કર્યુ હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેથી સેલ્વાસ પોલીસે ફરીયાદ નોંધી હજીરા પોલીસને ઝીરો નંબર થી ફરીયાદ ટ્રાંસફર કરતા હજીરા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.