• Gujarati News
  • સીટીલાઇટ ખાતે લીફટમેન સહિત દંપતી લીફટમાં ફસાયા

સીટીલાઇટ ખાતે લીફટમેન સહિત દંપતી લીફટમાં ફસાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીટીલાઇટ ખાતે આવેલ એક એપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે લીફટ ખોટકાઇ જતા લીફટમાં સવાર લોકોમાં ભારે ભય વ્યાપી ગયો હતો જો કે, ફાયર વિભાગે તાત્કાલીક સ્થળ પર પહોચીને તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા.
શુક્રવારે સાંજે ૯:૩૦ના સુમારે સીટીલાઇટ ખાતે આવેલ ભગવતી આશિષ એપાર્ટમેન્ટનાં સી ટાવરમાં સાતમાં માળે રહેતા આનંદ કુદળીયાની પત્ની ગોપ કુદળીયાની તબીયત સારી ન હોવાને કારણે તેને રાત્રે સારવાર માટે હોસ્પિટલ લઇ જવા માટે લીફટમાં નીચે ઉતરી રાા હતા. લીફટમાં પતિ-પત્ની અને લીફટમેન કિશન વર્મા હતા. લીફટ નીચે ઉતરતી વખતે ત્રીજા માળે અચાનક બંધ થઇ જતાં લીફટમાં સવાર તમામ લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને દંપતીએ ભારે બુમબરાડા કરી મુકયા હતા જેને લઇ તાત્કાલીક સોસાયટીના સંચાલકોને જાણ કરી હતી અને તાત્કાલીક ફાયર બ્રીગેડને પણ કોલ કરી દેવામાં આવ્યો હતો. સ્થળ પર પહોચેલી ફાયરની ટામે લીફટની ગ્રીલ તોડીને દંપતી અને લીફટમેનને બહાર કાઢયા હતા. અંદાજે ૧૫ મીનીટ તેઓ લીફટમાં ફસાઇ રાા હતા જયાંથી ગોપીબેનને તાત્કાલીક હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.