• Gujarati News
  • દીક્ષાર્થી સીએના વરઘોડોમાં જૈનો ઊમટ્યા

દીક્ષાર્થી સીએના વરઘોડોમાં જૈનો ઊમટ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૈનધર્મમાં સંયમ માર્ગ તરફ પ્રયાણ કરવા માટે હાલમાં નવયુવાનો ખાસ ઉત્સાહ બતાવી રહ્યા છે. જેમાં શહેરનાં સીએ થઈ પ્રાઇવેટ પ્રેક્ટિશ કરતાં નવયુવાન સંયમ માર્ગ તરફ પ્રયાણ કરવાનો હોવાથી તેનો રવિવારે ભવ્ય વરઘોડો શહેરમાં નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈનો ઊમટી પડ્યા હતા.

શહેરમાં વસતા તેરાપંથી જૈન સમાજના અગ્રણી ચંપક મહેતાના પુત્ર નિકુંજ મહેતા આગામી 2 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે સંયમ જીવનનો સ્વીકાર કરશે. નિકુંજ સીએ છે અને પ્રાઇવેટ પ્રેક્ટિશ કરતો હતો. જોકે નિકુંજ નાનપણથી ઘણો ધાર્મિક હતો અને તેને લઇ તેના પરિવારજનોએ પણ તેને ઘણો સહયોગ કર્યો હતો. નિકુંજે છેલ્લાં 15 વર્ષથી રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હતો અને નિયમિત સામાયિક, પ્રતિક્રમણ, કંદમૂળ ત્યાગ અને અઠ્ઠાઈ તપ અને નવ ઉપવાસ વગેરે કરતો હતો. ઉપરાંત નિંકુજે પચ્ચીસ બોલ, શ્રાવક પ્રતિક્રમણ આચાર બૌધ, વ્યવહાર બૌધ, સંસ્કાર બૌધ અને કર્તવ્ય પદ્રત્રિશિકાનું ધાર્મિક અધ્યયન કર્યું છે.

સંયમ માર્ગ તરફ પ્રયાણ કરનાર નિકુંજનો ભવ્ય વરઘોડો રવિવારે શહેરના માર્ગો પર નીકળ્યો હતો જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. નિકુંજ સંયમ માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યો હોવાથી વરઘોડામાં હાજર તમામ લોકો ભાવુક થઇ ગયા હતાં.