• Gujarati News
  • લિંબાયતમાં હોમગાર્ડની હત્યામાં બે ઝબ્બે

લિંબાયતમાં હોમગાર્ડની હત્યામાં બે ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતનાનીલગીરી સર્કલથી કંઠી મહારાજ મહાદેવ મંદિર રોડ પર મહાદેવનગરની બહાર રવિવારની મોડી રાત્રે અંતુ ઉર્ફે નાનુ નામના એક બાઇકચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા મોત નિપજ્યા બાદ સમાધાનમાં વચ્ચે આવેલા હોમગાર્ડ ઘનશ્યામ યાદવે ગુનાની બાઇક લઇ જવાની ના પાડતા સાત યુવાનોએ તેની હત્યા કરી હતી. જેમાં પોલીસે સંપત ઉમેશ નરસૈયા કરવેણી (રહે. બજરંગનગર, પર્વતગામ, લિંબાયત) અને અજય ઉર્ફે પ્રેમ જશવંત મોર્ય (રહે. સહજાનંદર સોસાયટી, ગોડાદરા નહેર)ની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓની આકરી પુછપરછના આધારે વધુની પાંચને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ લિંબાયત પીઆઇ ડી.ડી. ડામોર કરી રહ્યા છે.