• Gujarati News
  • એકાઉન્ટન્ટનો આપઘાત

એકાઉન્ટન્ટનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કતારગામની ડાયમંડ કંપનીમાં કામ કરતા લિંબાયતના એકાઉન્ટન્ટે પોતાના ઘરે કોઇ કારણસર આપઘાત કરી લીધો હતો. પરવતગામ મહેશ્વરી પાર્કમાં ઘર નં. 14માં રહેતા રાહુલ મહેન્દ્ર ઓમરીવાલા (24)એ 18 નવેમ્બરે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રાહુલ કતારગામની વિજય બ્રધર્સ ડાયમંડ કંપનીમાં એકાઉન્ટન્ટ વિભાગમાં નોકરી કરતો હતો. રાહુલે લખેલી સ્યુસાઇડ નોટમાં ‘મારા આપઘાત પાછળ કોઇ જવાબદાર નથી’ નો ઉલ્લેખ કર્યો હતો.