• Gujarati News
  • લાંચ માટેના ~ 13 કરોડ અંગે ED નારાયણને સકંજામાં લેશે

લાંચ માટેના ~ 13 કરોડ અંગે ED નારાયણને સકંજામાં લેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
13કરોડની ચકચારી લાંચ પ્રકરણમાં પોલીસની તપાસ ચાલી રહી છે ત્યાં ઇડી (ઇન્ફોર્સમેન્ટ ડીરોક્ટરેટ)એ પણ કોર્ટમાં એક અરજી કરી હતી અને 13 કરોડ ક્યાંથી આવ્યા બાબતે જાણકારી મેળવવા નારાયણ સહિતના આરોપીઓના સ્ટેટમેન્ટ લેવાની માગ કરી હતી. અરજી મંગળવારે કોર્ટે મંજૂર કરી હતી.

દુષ્કર્મ કેસમાં નારાયણે સમગ્ર પ્રકરણ પર પડદો નાંખવા 13 કરોડની લાંચનું સેટિંગ કર્યું હતું. જો કે, પોલીસે સમગ્ર કારસ્તાન છતું કર્યું હતું, જેમાં રૂપિયા 8 કરોડ કબજે પણ લેવાયા હતા. રૂપિયા ક્યાંથી આવ્યા અને કોના છે જાણ‌વા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ રસ દાખવ્યો હતો અને કોર્ટમાં વકીલ ભાગ્યોદય મિશ્રા મારફત અરજી કરાઈ હતી. અરજી મંગળવારે કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટના હુકમ મુજબ હવે ઇડીના એક આસિસ્ટન્ટ કમિશનર જેલ સત્તાવાળાઓને હુકમની જાણ કરીને સમય માગશે અને જેલમાંથી જે સમય મળે મુજબ નારાયણનું સ્ટેટમેન્ટ લેવાશે. જો કે, કેસમાં બચાવ પક્ષ ઉપલી કોર્ટમાં જવા માગતો હતો. કોર્ટે 24 નવેમ્બર બાદ માટેની પરવાનગી અાપી હતી.

ઇડી શું જાણવાનો પ્રયાસ કરશે

સૂત્રોનાજણાવ્યાપ્રમાણે ઇડી કેસમાં મની લોન્ડરિંગ એક્ટ લગાવતાં પહેલાં જાણવા માગે છે કે રૂપિયાનો સ્ત્રોત શું છે. તે કોણે આપ્યા હતા. સ્ત્રોતની જાણકારી મેળવ્યા બાદ ઇડીના અધિકારીઓ આગળની કામગીરી કરશે.