• Gujarati News
  • ભાઠેનાનો યુવાન એમ્બ્રોઇડરી યુનિટ સંચાલક પલાયન થયાની આશંકા

ભાઠેનાનો યુવાન એમ્બ્રોઇડરી યુનિટ સંચાલક પલાયન થયાની આશંકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાભાઠેના વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતો એક રાજસ્થાની યુવાન આર્થિક સંકડામણને કારણે છેલ્લા પાંચ દિવસથી પલાયન થઇ ગયો હોવાની વાત વહેતી થઇ છે. જો કે પોલીસ મથક સુધી હજુ કોઇ લેણદારો પહોંચ્યા નથી.

શહેરના પરવત પાટીયા મોર્ડન ટાઉન શીપ ખાતે રહેતો ઉમેશ વિઠ્ઠલ રાઠી (ઉ.વર્ષ.28) છેલ્લા કેટલાક સમયથી ભાઠેના વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટી ખાતે એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતો હતો. ઉમેશે પોતાના કારોબારમાં રોટેશન માટે ખાનગી ફાઇનાન્સરો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હોવાનું કહેવાય છે અને તેને બેન્કમાં પણ લોન કરાવી હોવાનું કહેવાય છે. આર્થિક સંકડામણને કારણે ઉમેશ ગત તા.6.5.2015ના રોજથી ગુમ થઇ ગયો છે. ઉમેશનો કયાંયથી પત્તો લાગતા અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

ઉમેશ રાઠી આર્થિક સંકડામણને કારણે ગુમ થયો છે કે પછી અન્ય કોઇ કારણ છે તે અંગે હાલમાં સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી યુવાનના ગુમ થવા અંગે કોઇ લેણદારો પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ કરવા પહોંચ્યા નથી.