• Gujarati News
  • કશ્મીરીના કારનામાની તપાસ કરવા પોલીસના સુરતમાં દરોડા

કશ્મીરીના કારનામાની તપાસ કરવા પોલીસના સુરતમાં દરોડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 મહિનામાં20લાખનીકમાણીના નફાની વહેંચણીમાં ડખો પડતાં ભાંડો ફૂટ્યો

ભાસ્કરન્યૂઝ , વડોદરા

ભાડાનુંમકાન મેળવવા માટે બનાવટી દસ્તાવેજ બનાવનાર જમ્મુ કશ્મીરના યુવકના રિમાન્ડ દરમિયાન પૂછતાછમાં 4 મહિનામાં કરેલી રૂા. 20 લાખની કમાણીની ભાગબટાઇમાં ડખો પડ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. જેપી પોલીસની 3 ટીમોએ અમદાવાદ, આણંદ અને સુરતમાં દરોડા પાડી ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી છે. બનાવટી પાસપોર્ટની નકલમાં મણિનગરનું સરનામું હોઈ પોલીસની એક ટીમે તેનું વેરિફિકેશન પણ હાથ ધર્યું છે.

તાંદલજા સંતોષનગર સ્થિત સ્પ્રિંગવુડ રેસિડન્સીમાં ભાડાનું મકાન મેળવવા માટે જમ્મુ કશ્મીરના ખ્વાજાનગરના સારીક સૈયદે અમદાવાદ મણિનગરના દેવાંશ શર્માના નામના બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. મકાનમાલિક વિશાલ આનંદની ફરિયાદના પગલે જેપી રોડ પોલીસે કશ્મીરના બહુનામધારી સારીક સૈયદની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ ટીમો અમદાવાદ, સુરત અને આણંદમાં તપાસ કરી રહી છે.