• Gujarati News
  • એટેચમેન્ટથી ધર્મીનાં બનાય : પદ્મદર્શનજી

એટેચમેન્ટથી ધર્મીનાં બનાય : પદ્મદર્શનજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એટેચમેન્ટથી ધર્મીનાં બનાય : પદ્મદર્શનજી

સુરત:અઠવાગેટસ્થિત શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતે જૈનાચાર્ય પૂજ્ય કુલચંદ્રસૂરીજી મહારાજા અને પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનવિજયજી આદી મુનીઓની નિશ્રામાં ધર્મ સભા યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, એટેચમેન્ટ વધે તેટલા માત્રથી તમે ધર્મી નથી બની જતાં જ્યારે તમારૂ ઇન્વોલમેન્ટ વધશે તેમ ધર્મી બનશો.સંસારનાં પદાર્થોની પાછળનું પાગલપણું જીવનને અધ:પતનનાં માર્ગે લઇ જશે.ભલે કદાચ પદાર્થોની સાથે રહેવું પડે પણ પદાર્થ વિના નહી ચાલે.

અનાથયુવતિઓનાં સમૂહ નિકાહ

સુરત:શહેરનીસેવાભાવી સંસ્થા મોહદ્દિષે આઝમ મિશન સુરત બ્રાંચ દ્વારા મુસ્લીમ ગરીબ,યતીમ અનાથ યુવતીઓનો નવમો ઇજતેમાઇ નિકાહનું આયોજન કરાયુ છે જેમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ સંસ્થાની નાનપુરા ખાતે આવેલ ઓફીસેથી ફોર્મ ભરી જવા વિનંતી.

દાનસાહેબનોસંદલ ઉર્સની ઉજ‌વણી

સુરત:સમગ્રદક્ષિણ ગુજરાતમાં સુપ્રસીધ્ધ ઓલિયા શહેનશાહે સુરત હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહ સરીફનો સંદલ ઉર્સની ઉજવણી કોમી એકતાનાં માહોલમાં 27મી ગુરૂવાર અને 28મી શુક્રવારે સજ્જાદા નશીન સૈયદ ઇબ્રાહીમ ઉર્ફે કમરબાવાની સરપસ્તીમાં થશે.જેમાં મુસ્લીમ સમાજનાં આગેવાનો જોડાશે.

શાળાનં. 277માં ગણોત્સવ ઉજવાયો

સુરત:નગરપ્રાથમિક શાળા ક્રમાંક 277 ડિંડોલી દ્વારા 5માં ગુણોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાનાં ધોરણ 8નાં વિદ્યાર્થી આકાશ રાજપુતને અંડરસ્ટેન્ડીંગ વેધર અરાઉન્ડ યુ વિષય પર આપેલા વકતવ્યને ધ્યાને રાખી તેની રાજ્યકક્ષાએ પસંદગી થઇ હતી.

સાર સમાચાર