• Gujarati News
  • પાલિકાના 38 વોર્ડના પડતર પ્રશ્રો ઉકેલવાનું હવે યાદ આવ્યું

પાલિકાના 38 વોર્ડના પડતર પ્રશ્રો ઉકેલવાનું હવે યાદ આવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાનીચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી છે ત્યારે શહેરના તમામ 38 વોર્ડના પડતર પ્રશ્રો ઉકેલવા ઝડપભેર આયોજન કરવામાં આવશે. તમામ વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખીને પ્રશ્નોના નિકાલ માટે કામગીરી હાથ ધરાશે.

પાલિકાની સામાન્ય સભામાં મેયર નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યુ હતુ કે શહેરના વિકાસ કામોને ઝડપથી પાર પાડવા કમિટીની રચના કરવાની સાથે સાથે પદાધિકારીઓ અને મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં વોર્ડના પડતર પ્રશ્રો ઉકેલવા અભિયાન શરૂ કરાશે. જે પણ વોર્ડમાં પડતર પ્રશ્રોના નિકાલનુ આયોજન થશે તે વોર્ડના ઝોનલ અધિકારીઓ અને કોર્પોરેટરોને સાથે રાખીને તેમના પડતર પ્રશ્રોના નિકાલ કરવામાં આવશે.