• Gujarati News
  • આંગડિયાના 26 લાખના પાર્સલ ચોરનારો અંકલેશ્વરથી ઝબ્બે

આંગડિયાના 26 લાખના પાર્સલ ચોરનારો અંકલેશ્વરથી ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : બેવર્ષ અગાઉ મહીધરપુરાની એક આંગડીયા પેઢીની ભરૂચ બ્રાંચનો હેડ ઇન્ચાર્જ રૂપિયા 26 લાખનું પાર્સલ ડીલીવરી માટે લઇ ગયા બાદ ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો. જેને મહીધરપુરા પોલીસે અંકલેશ્વરથી ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વર્ષ 2012માં મહીધરપુરામાં એસ. બાબુલાલ આંગડીયા પેઢીનું રૂ. 26 લાખની કિંમતનું પાર્સલ લઇ પેઢીની ભરૂચ બ્રાંચનો હેડ ઇન્ચાર્જ નિકુલ પટેલ (ઉ.વ.27, રહે. ગામ. ખારીધારીયાલ, તા. ચાણસ્મા, જી.પાટણ) ડીલીવરી માટે લઇ ગયા બાદ પલાયન થઇ ગયો હતો. ઘટનામાં પોલીસે નિકુલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મહીધરપુરા પોલીસે આરોપીને અંકલેશ્વરથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસની રિમાન્ડ મેળવ્યા છે. વધુ તપાસ પીઆઇ ઝેડ.આર.દેસાઇ કરી રહ્યા છે.